વાવડી રોડ પર આવેલા આસોપાલવ ટ્રાએંગલ બિલ્ડિંગમાં એકાઉન્ટિંગ અને લોન કન્સનટન્સીની ઓફિસ ધરાવનાર યુવાનની ઓફિસે બે શખસોએ ધસી જઇ અહીં ઓફિસે સંચાલક હાજર ન હોય અન્ય અહીં આવેલા કલાઇન્ટ સાથે માથાકૂટ કરી ગળાના ભાગે કાતર ઝીંકી બે લેપટોપની લૂંટ ચલાવી હતી. બાદમાં યુવાનના ઘરે પહોંચી તેની પત્ની પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી હતી કુલ પિયા ૮૧,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવ્યા અંગે યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી ડબ્બા ટ્રેડિંગનું કરતો હોય અને યુવાન પાસેથી સોદા પેટે પિયા બે લાખ નીકળતા હોય જેની પઠાણી ઉઘરાણી કરવા ઓફિસે પહોંચી આ કૃત્ય આચયુ હતું.
શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર માધવ ગેટ પાસે સુખસાગર સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા એકાઉન્ટિંગ અને લોન કન્સલ્ટન્સીનું કામ કરનાર પરાગ પ્રવીણભાઈ ધંધુકિયા(ઉ.વ ૩૭) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર રમેશભાઈ રાદડિયા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
ભરતભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને મટુકી ચોક વાવડી રોડ પાસે આસોપાલવ ટ્રાયેંગલ બિલ્ડીંગમાં બીજા મળે બ્લોક નંબર ૨૨૪ માં શિવ એસોસિયેટ નામની ઓફિસ આવેલી છે. ગઈકાલ સાંજના સમયે તેઓ કામ સબબ બહાર હોય દરમિયાન આરોપી સાગર અને એક અજાણ્યો શખસ અહીં ઓફિસે ધસી આવ્યા હતા અને અગાઉ જૂની પૈસાની ઉઘરાણી બાબતે જોર જોરથી બોલી ગાળો દેવા લાગ્યા હતા.
બાદમાં આ શખસો ઉશ્કેરાઇ અહીં ઓફિસમાં હાજર ફરિયાદીના કલાઇન્ટ અફઝલ ભાઈ અને વસીમભાઈ સાથે પણ ગાળાગાળી કરી તેમને ઢીકાપાટુનો માર્યેા હતો તેમજ અજાણ્યા શખસે કાતર વડે અફઝલભાઈ ભાઈને ગળાના ભાગે ઇજા પહોંચાડી ઓફિસમાં રહેલ પિયા ૫૧,૦૦૦ ની કિંમતના બે લેપટોપની લૂંટ ચલાવી હતી.
આ શખસોએ આટલેથી ન અટકતા ઓફિસમાં ઉઘરાણી મામલે ધમાલ મચાવ્યા બાદ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અહીં ફરિયાદીના પત્નીને ગાળો આપી તેમની પાસેથી .૩૦,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આમ આરોપીઓએ પૈસાની ઉઘરાણી મામલે ફરિયાદીની ઓફિસ અને ઘરે જઈ ગાળો આપી મારકુટ કરી કુલ પિયા ૮૧,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી હતી. જે અંગે ફરિયાદી એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ કે.એચ.કારેણા ચલાવી રહ્યા છે. બનાવ અંગે ફરિયાદી પરાગભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સાગર તેની નજીકના જ વિસ્તારમાં સુખસાગર સોસાયટીમાં રહે છે અને તે ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે.જેમાં અગાઉ મારી નીકળતી રકમ સાગરે ચુકવી ન હતી પરંતુ હાલ સાગર યુવાન મારી પાસે શેરબજારના સોદા પેટે .૨,૦૦,૦૦૦ માંગતો હોય જેની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો અને આ ઉઘરાણી કરવા ગઈકાલે યારે હત્પં ઓફિસે ન હતો ત્યારે અહીં આવી મારા કલાઇન્ટ સાથે માથાકૂટ કરી હતી.હત્પં ઓફિસે પહોંચું તે પૂર્વે તે ઘરે પહોંચી ગયો હતો અને મારી પત્ની પાસેથી મોબાઇલ આંચકી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMતળાજામાં દુકાનમાંથી વિદેશી દાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
June 07, 2025 02:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech