રાજકોટની ભાગોળે આવેલા નવા કોર્ટ બિલ્ડિંગમાં ગઈકાલે બે અસીલે મહિલા એડવોકેટ સહિત બે વકીલ પર હત્પમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. આ મામલે મહિલા એડવોકેટ દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંને અસીલ વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મારામારી નિર્લ હત્પમલો તેમજ યુવા એડવોકેટનો ચેન લૂંટી લેવા તથા જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, હનુમાન મઢી પાસે પીજીમાં રહેતા સરોજબેન મુકેશભાઈ વિંજુડા(ઉ.વ ૨૭) નામના મહિલા એડવોકેટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનિલ ગોવુભા પઢિયાર અને હરેશ ગોવુભા પઢીયાર (રહે. બંને. સોમનાથ સોસાયટી, રાજકોટ)ના નામ આપ્યા છે.મહિલા એડવોકેટ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના ૧૦:૩૦ વાગ્યે તેઓ તથા સાથી વકીલ ભાર્ગવ બોડા બંને કોર્ટમાં હાજર હતા દરમિયાન બંને આરોપીની કોર્ટમાં મુદ્દત હોય પરંતુ તેઓ આવ્યા ન હોય જેથી હાજરીમાંથી મુકિતનો રિપોર્ટ આપ્યો હતો. બાદમાં બપોરના આશરે સવા બાર વાગ્યા આસપાસ હરેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હત્પં કોર્ટમાં આવી ગયો છું તમે કયાં છો? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તમે કોર્ટમાં લેટ આવ્યા છો જેથી તમારો હાજરીમાંથી મુકિતનો રિપોર્ટ આપી દીધો છે તેમ છતાં હરેશે મળવાની વાત કરતા મહિલા એડવોકેટ તેમને મળવા કોર્ટમાં ગયા હતા.દરમિયાન અહીં અનિલ પોતાના ફોનમાં રેકોડિગ કરતો હોય તેવું લાગતાં તેને કોર્ટની બહાર બોલાવી તમે શેનું રેકોડિગ કરો છો તેમ પૂછતા અનિલ ઉશ્કેરાયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તારે શું તું તાં કામ કર, વકીલોને બહત્પ હવા છે તેમ કહી ગાળો અને ધમકી આપી હતી.સાથી વકીલ ભાર્ગવ બોળાએ આ બંનેને સમજાવવાની કોશિશ કરતા તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન સીડી પાસેથી હરેશે મહિલા વકીલને ધક્કો મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા અને લોર પર પહોંચી જોતા આ બંને ભાર્ગવભાઈ સાથે મારકૂટ કરતા હતા. દરમિયાન હરેશ અહીં આવ્યો હતો અને મહિલા એડવોકેટની હથેળીમાં બટકું ભરી લીધું હતું અને નિર્લ હત્પમલો કર્યેા હતો. આ સમયે ભાર્ગવભાઈએ ગળામાં પહેરેલો સોનાનો ચેન અનિલે તોડી નાખ્યો હતો. દરમિયાન અહીં અન્ય વકીલો આવી જતા તેમણે આ બંનેને અટકાવ્યા હતા. બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ આ મામલે મહિલા એડવોકેટેડ આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિદ્ધ મારામારી, નિર્લ હત્પમલો, લૂંટ અને એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMમાણસોની જેમ પાલતું કૂતરાઓ પણ સપના જુએ છેઃ વૈજ્ઞાનિકો, જાણો સપનામાં શું જુએ છે
June 07, 2025 02:21 PMપીએમ મોદીએ કાશ્મીરને ચિનાબ બ્રિજની ભેટ આપી તો પાક. ભડકયું કહ્યું- આ મુદ્દો ભટકાવવાની વાતો છે
June 07, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech