ડેટા લીક થવાથી વિશ્વભરની 100 બ્રાન્ડની કિંમતો ઉપર 22300 કરોડ ડોલરનું જોખમ

  • March 09, 2021 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી આઇટી કંપની ઇન્ફોસીસે એવી શંકા દર્શાવી છે કે ડેટા લીક થવાને કારણે  વિશ્વભરની સો જેટલી પ્રખ્યાત બ્રાન્ડને  22300 કરોડ ડોલર ( ૨૨૩ બિલિયન ડોલર ) નુકસાન ભોગવવું પડી શકે છે બેંગ્લોરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઇન્ફોસિસે આ વાત કરી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસ અને તેની અન્ય કંપનીઓએ ડેટા લીક થવાના મામલામાં કયા કયા કારણો જવાબદાર છે અને તેનાથી કેટલું જોખમ ઊભું થઈ શકે છે તેનો અભ્યાસ શરૂ કર્યો છે અને તેના આધારે ડેટા લીક થવાની સ્થિતિમાં કેટલી કેટલી બ્રાન્ડ વેલ્યુ ઉપર જોખમ ઊભું થયું છે તેનું અનુમાન લગાવ્યું છે. અભ્યાસ દરમિયાન ઇન્ફોસિસ અને અન્યોને એવી માહિતી મળી કે ડેટા લીક થવાના મામલામાં ટેકનોલોજી,આર્થિક સેવાઓ અને ઓટોમોટિવ ઉદ્યોગની બ્રાન્ડ વેલ્યુ ઉપર સૌથી વધુ અસર ઉભું થવાનું જોખમ છે આ જ રીતે લક્ઝરી બ્રાન્ડ અને વપરાશકાર વસ્તુઓની કંપનીએ થતી આવક ઉપર અસર પડી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS