વધતા તાપમાનથી પૃથ્વીને ખતરો પ્રેશર કૂકર જેવી હાલત થવાની શકયતા

  • September 18, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં હવામાનની ઘટનાઓની ચરમસીમા અંગે, વૈજ્ઞાનિકો દાવો કરે છે કે જેમ જેમ વૈશ્વિક તાપમાન વધશે તેમ તેમ પૃથ્વી પર ભેજ વધશે. જેના કારણે ધરતીની હાલત પ્રેશર કૂકર જેવી થઈ જશે. વોશિંગ્ટનની નોર્થવેસ્ટ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે હવામાં ભેજ સાત ટકા વધી શકે છે. જેના કારણે હીટ ઇન્ડેકસમાં નોંધપાત્ર વધારો થશે.

અર્થ યુચર જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં વધારાને કારણે હવામાં ભેજ વધવાની આડ અસર પૂર અને તોફાનના સ્વપમાં પણ જોવા મળશે. સંશોધકોમાંના એક હૈજિયાંગ વુએ કહ્યું કે, પૃથ્વીના તાપમાનમાં વધારાને કારણે ઘણી જગ્યાએ વધુ વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધશે. તાપમાનમાં વધારાને કારણે હીટ વેવને કારણે જમીનની ઉપરની સપાટી સંપૂર્ણપણે સુકાઈ જાય છે. જેના કારણે ભારે વરસાદ દરમિયાન પાણી જમીનને બદલે દરિયામાં પહોંચે છે. પૃથ્વી પર ભૂગર્ભજળના ઘટાડાનું આ સૌથી મોટું કારણ છે.
લંડનની ઈમ્પિરિયલ કોલેજના કલાઈમેટ સાયન્સના પ્રોફેસર ડો. પાઓલો સેપ્પી કહે છે કે અશ્મિભૂત ઈંધણ અને અલ નીનોના કારણે થઇ રહેલા ગ્લોબલ વોમિગને કારણે એવું લાગે છે કે પૃથ્વી કોઈ અજાણ્યા વિસ્તારમાં પ્રવેશી ગઈ છે. જુલાઈ આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો, જૂન વૈશ્વિક સ્તરે સૌથી ગરમ મહિનો હતો, યારે એન્ટાર્કટિક સાગરના બરફમાં ઘટાડો થયો હતો.
તાપમાનમાં નોંધપાત્ર વધારો, સમુદ્રની સપાટીની ગરમી અને એન્ટાર્કટિક સમુદ્રમાં બરફ પીગળવાના કારણે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વિશ્વ સમક્ષ ઘણા ડરામણા દ્રશ્યો આવી શકે છે. આ વર્ષે અતિવૃષ્ટ્રિએ ભારતના એક ભાગમાં વિનાશ સર્યેા હતો. દેશના ૪૦ ટકા ભાગમાં લોકોએ અતિવૃષ્ટ્રિ અને પૂરનો સામનો કર્યેા, યારે બાકીના ભાગો વરસાદ નહીવત પડો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application