ભાણવડમાં નશાની ટેવ ધરાવતા શખ્સ દ્વારા દંગલ: ટ્રાફિક કર્મચારી પરિવાર ઉપર છરી વડે હુમલો, મારી નાખવાની ધમકી

  • May 25, 2021 11:01 AM 

ભાણવડમાં એક મંદિર પાસે રહેતા જીતેન્દ્રભાઈ ભાનુલાલ જાલા નામના 64 વર્ષીય વૃદ્ધનો પુત્ર ભાણવડ પોલીસ મથકના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો હોય, ભાણવડના રહીશ જ્યોતેન્દ્રસિંહ ઉર્ફે લાલો નવલસિંહ જાડેજા નામનો શખસ બે દિવસ પૂર્વે તેમના ઘરે આવ્યો હતો અને ફરિયાદી જીતેન્દ્રભાઈના પુત્રને કહેલ કે- "તું પોલીસને મારી બાતમી કેમ આપે છે?"- તેમ કહી અને ઢીકા-પાટુનો માર મારવા લાગતા ફરિયાદી જીતેન્દ્રભાઈ તેમને છોડાવવા દોડી આવ્યા હતા.

આથી આરોપી જ્યોતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જાડેજા દ્વારા પોતાની પાસે રહેલી છરી જીતેન્દ્રભાઈ ઉપર ઉગામી હતી. જેથી જીતેન્દ્રભાઈએ આડો હાથ નાખતા તેમને હાથમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.

આરોપી શખ્સ દ્વારા ફરિયાદી જીતેન્દ્રભાઈને બિભત્સ ગાળો કાઢી, તેઓને તથા તેમના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS