યુરોપિયન યુનિયનની સંસદીય ચૂંટણીમાં યુરોપના ત્રણ સૌથી મોટા દેશો જર્મની, ફ્રાન્સ અને ઇટાલીમાં જમણેરી પક્ષોની લહેર જોવા મળી છે. ઉપરાંત, આસ્ટિ્રયા અને બેલ્જિયમ જેવા અન્ય ઘણા યુરોપિયન દેશોમાં, જમણેરી પક્ષોએ મોટી જીત મેળવી છે. તેની અસર પણ જોવા મળી રહી છે. ફ્રાન્સમાં સંસદ માટે ત્વરિત ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને બેલ્જિયમના વડા પ્રધાન એલેકઝાન્ડ્રે ડી ક્રૂએ રાષ્ટ્ર્રીય અને ઈયુ ચૂંટણીમાં તેમના પક્ષની હારને પગલે રાજીનામું આપ્યું છે. આ ચૂંટણીઓમાં સૌથી મોટી જીત ઇટાલીના વડા પ્રધાન યોર્જિયા મેલોની દ્રારા જોવામાં આવી છે, જેઓ સત્તા વિરોધી લહેર વચ્ચે તેમની મત ટકાવારી અને બેઠકો વધારવામાં સફળ રહ્યા હતા. આ ચૂંટણીઓ બાદ તેમને બે કારણોસર યુરોપના કિંગમેકર તરીકે જોવામાં આવી રહ્યા છે.
ચૂંટણીમાં ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં અને જર્મનીના ઓલાફ સ્કોલ્ઝના નબળા પડા બાદ યોર્જિયા મેલોની યુરોપમાં સૌથી મજબૂત રાજકારણી તરીકે ઉભરી આવ્યા છે. આ ચૂંટણીઓમાં તેમની બ્રધર્સ પાર્ટીને લગભગ ૨૯ વોટ મળ્યા, જે ગયા વર્ષે યોજાયેલી રાષ્ટ્ર્રીય ચૂંટણીના ૨૬ ટકાથી વધુ છે. આ રીતે, યુરોપિયન સંસદમાં તેમની બેઠકો ગત વખતની ૬ની સરખામણીમાં ચાર ગણી વધીને ૨૩થી ૨૫ની આસપાસ થવા જઈ રહી છે. બીજી બાજુ, યુરોપના બે સૌથી મજબૂત નેતાઓના નબળા પડા પછી, તેમને યુરોપના કેન્દ્રીય જમણેરી જૂથ અને અત્યતં જમણેરી જૂથો વચ્ચેની કડી તરીકે જોવામાં આવી રહ્યા છે.
નેશનલ રેલી પાર્ટીના જમણેરી નેતા મરીન લે પેને યુરોપમાં સૌથી મોટો અપસેટ સર્યેા છે. તેમની પાર્ટી લગભગ ૩૩ ટકા મતો સાથે ફ્રાન્સમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને તે નિશ્ચિત માનવામાં આવે છે કે તેમને યુરોપિયન સંસદમાં લગભગ ૩૧ બેઠકો મળશે. યારે રાષ્ટ્ર્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીને માત્ર ૧૫ ટકા વોટ મળ્યા છે. નિરાશ મેક્રોને તરત જ સંસદ ભગં કરી દીધી છે અને સંસદ માટે મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી છે.
અલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી) પાર્ટી, જેને દૂર–જમણેરી અને નાઝી વિચારધારાની નજીક માનવામાં આવે છે, તે ચૂંટણીમાં જર્મનીમાં બીજા સ્થાને રહી છે. જર્મનીમાં આવતા વર્ષે યોજાનારી ફેડરલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એએફડીની આ લીડને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તે જ સમયે, મુખ્ય વિપક્ષી પાર્ટી ક્રિશ્ચિયન ડેમોક્રેટિક એલાયન્સ સાથેના ગઠબંધનને સૌથી વધુ ૩૦ ટકા વોટ મળ્યા છે. યારે શોલ્ટસના શાસક ગઠબંધનને લગભગ ૧૯ ટકા મત મળ્યા હતા. પ્રથમ વખત, જમણેરી ફ્રીડમ પાર્ટીને સૌથી ૨૬ ટકા વધુ મત મળ્યા છે. યારે સત્તાધારી પીપલ્સ પાર્ટીને ૨૪ ટકા વોટ મળ્યા હતા, યારે સોશિયલ ડેમોક્રેટસને ૨૩ ટકા વોટ મળ્યા હતા.
જમણેરી ન્યૂ લેમિશ એલાયન્સ બેલ્જિયમની ચૂંટણીમાં સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું, યારે દૂર–જમણેરી પ્રો–સેપરેટિસ્ટ વ્લામ્સ બેલાંગ પાર્ટી બીજા સ્થાને આવી. લેમિશ એલાયન્સ (એન–વીએ) ને ૧૮.૬% મત મળ્યા, યારે વાલામ્સ બેલાન્ગ્સને ૧૫.૪% મત મળ્યા. યારે વડાપ્રધાન એલેકઝાન્ડર ડી ક્રૂની પાર્ટીને માત્ર ૬ ટકા વોટ મળ્યા છે.
યુરોપમાં જમણેરી પાંખના આ ઉદય પછી, મધ્ય જમણેરી પક્ષોની યુરોપમાં હજુ પણ બહત્પમતી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વેન ડેર લેયેને જાહેરાત કરી છે કે અમે ચૂંટણી જીતી ગયા છીએ. તેનું કારણ એ છે કે ૭૨૦ સભ્યોની યુરોપિયન સંસદમાં તેમના યુરોપિયન પીપલ્સ ગ્રુપની સીટો ગત વખતની સરખામણીમાં ૮ થી ૧૮૪
વધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech