સોની બજાર વિસ્તારમાં રિક્ષાચાલક યુવાને એકટીવાચાલક બંગાળી યુવાનને તારે જવાની બહુ ઉતાવળ છે તેમ કહી તેની સાથે ઝઘડો કરી ઝાપટો મારી દીધી હતી. બાદમાં રીક્ષા ચાલકે ઉશ્કેરાઇ યુવાનને છરીના ઘા ઝીંકી દેતા ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો.એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી રામનાથપરામાં રહેતા આ રીક્ષાચાલકને ઝડપી લઇ તેને બનાવસ્થળે લઈ જઈ તેને જાહેરમાં માફી મંગાવી તેના સીન વીંખી નાંખ્યા હતાં.આરોપીને બનાવસ્થળે લઇ જતા અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રાજકોટમાં સોની બજાર પાસે ખત્રીવાડ ચોક બાવાજીરાજ રોડ લાલજી પારેખવાળી શેરીમાં રાધે ક્રિષ્ના વેલર્સમાં સોની કામ કરનાર અને અહીં કારખાનામાં જ રહેતા દીપાંકર સુભાષચદ્રં ઘોરાય(ઉ.વ ૪૨) નામના બંગાળી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષા નંબર જીજે૩ એયુ ૧૨૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના તે પોતાના શેઠનુ એકટીવા લઈ કારખાનાના કામથી પેલેસ રોડ ઉપર બેંકમાં ગયો હતો કામ પૂં કરી પરત કારખાને જતો હતો ત્યારે સોની બજાર ચોક પર આવેલી જે.જે ગોલ્ડ એન્ડ સીલવર્સ નામની દુકાન પાસે પહોંચતા ત્યાં રોડનું કામ ચાલતું હોય અને રેતીના ઢગલામાં રીક્ષા ફસાઈ ગઈ હતી. આ રીક્ષાચાલક ઢગલામાંથી રીક્ષા કાઢવાનો પ્રયત્ન કરતો હતો દરમિયાન અહીંથી વાહન નીકળી શકે તેમ ન હોય યુવાને પોતાનુ એકટીવા ઊભું રાખી દીધું હતું. ત્યારબાદ રેતીના ઢગલામાંથી રીક્ષા બહાર કાઢતા યુવાને એકટીવા કાઢવાનો પ્રયાસ કરતા આ રિક્ષાચાલકે કહ્યું હતું કે, તારે જવાની બહત્પ ઉતાવળ છે તેમ કહી ગાળો આપી બે–ત્રણ લાફા મારી દીધા હતા. જેથી યુવાને એકટીવા પાછું લઈ લીધું હતું અને રીક્ષા ચાલકને કહ્યું હતું કે, વાંધો નહીં તમે રીક્ષા કાઢી લો દરમિયાન આ રીક્ષાચાલકે વધુ ઉશ્કેરાઈ જઇ છરી કાઢી યુવાનને ખંભાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો દેકારો થતા અહીં નજીકમાં યુવાનના શેઠ હોય તથા તેનો કારીગર પણ હોય બંને દોડી આવ્યા હતા. દરમિયાન રિક્ષાચાલક પોતાની રીક્ષા લઈને અહીંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દરમિયાન પોલીસે યુવાનને છરી ઝીંકનાર રિક્ષાચાલક સાકીર હમીદભાઇ યુસુફી(રહે. રામનાથપરા હત્પશેની ચોક,શેરી નં.૬) ને ઝડપી લીધો હતો.બાદમાં પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઇ બી.એચ.પરમાર તથા સ્ટાફ તેને બનાવસ્થળે લઇ જઇ તેની પાસે હાથ જોડાવી જાહેરમાં માંફી મંગાવી આ શખસના સીન વીખી નાંખ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech