ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં રિક્ષામાં જઈ રહેલા રામભાઈ કેસરિયા નામના એક પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર દિલીપભાઈને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જીને બોલેરો પીકઅપ વાહનનો ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ અંગે મૃતકના ભત્રીજા મુકેશભાઈ કાનાભાઈ કેસરિયા (ઉ.વ. 30, રહે. જામનગર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો પીકઅપ વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અજાણ્યા મોટરસાયકલની ઠોકરે નવા તથીયાનો યુવાન ઈજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના નવા તથિયા ગામે રહેતા કરસનભાઈ ભીખાભાઈ પિંડારિયા નામના 47 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે લલીયા તથા તથિયા ગામ વચ્ચે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલના ઝાલકે તેમને અડફેટે લઈ, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ અકસ્માત સર્જીને અજાણ્યો મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
દ્વારકામાં વધુ એક મોબાઇલ ફોન ચોરાયો
દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતેથી પ્રવીણભાઈ કુમાર નામના એક યુવાનનો રૂપિયા 44 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech