BREAKING NEWS

ગોંડલ અને કોટડાસાંગાણીમાં વિકાસ કાર્યેા, લોકસેવા અને વહીવટી કામગીરીની સમીક્ષા

  • July 25, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારની સવાગી વિકાસની નીતિઓ અને ગ્રામ્ય વિસ્તારની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે ત્યારે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે અને છેવાડાના લોકો સુધી લાભો પહોંચાડવા માટે ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકોટ જિલ્લ ા પંચાયતના પદાધિકારીઓના નેતૃત્વમાં વિસ્તૃત સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લ ા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું છે.
આયોજિત મિટિંગમાં તાલુકા વિસ્તારમાં વર્તમાન સમયે ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ, પ્રગતિમાન વિકાસ કાર્યેા, વહીવટી કામગીરી અને લોકસેવાના કાર્યેાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. તેમજ તાલુકા સ્તરે અને જિલ્લ ા સ્તરે અનુભવાતી વિવિધ મુશ્કેલીઓ, અવરોધો અને પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને અમુક પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા અને અન્ય પ્રશ્નોને સબંધિત વિભાગને મોકલી ઉકેલવવા જણાવાયું છે. આ મિટિંગમાં હાજર અધિકારીઓએ પોતપોતાના વિભાગની કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ તકે જિલ્લ ા પંચાયત પદાધિકારીઓએ તમામ સંબંધિત અધિકારીઓને તાલુકા કક્ષા તેમજ જિલ્લ ા લેવલના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સ્પષ્ટ્ર અને વ્યવહા સૂચનાઓ આપી. મિટિંગના અંતે આ પ્રકારે સંકલન મિટિંગોને નિયમિત પે યોજવાની જરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગોંડલ ખાતે સંકલન મીટિંગ દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત અને બાદમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગણેશ જાડેજા સાથે જિલ્લ ા પંચાયતનાં હોદેદારોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સંકલન મીટીંગો દરમ્યાન કોટડાસાંગાણી ખાતે પ્રમુખ સહિત પદાધિકારીઓની ટીમે સીએચસી હોસ્પિટલની આરોગ્ય સેવાની ગુણવત્તા તપાસવા સરપ્રાઈઝ વિઝીટ કરી. હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની ચકાસણી, સ્ટાફની હાજરી, દવાઓ, સાધનો અને સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરી જરી સૂચનાઓ આપી. જિલ્લ ામાં ભારે વરસાદની પરિસ્થિતિ અને આગાહીને પગલે જિલ્લ ા પંચાયત ખાતે કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ મની મુલાકાત કરી વરસાદથી થતા સંભવિત નુકસાનને અટકાવવા, રાહત કાર્યેામાં ત્વરિત પ્રતિસાદ આપવા તથા જનજીવનને સુરક્ષિત રાખવા માટે જરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંકલન મિટિંગો દરમિયાન કોટડાસાંગાણી તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખનાં પ્રતિનિધિ, અર્જુન ખાટરીયા, ભરત ઢોલરીયા, જિલ્લ ા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, ઉપપ્રમુખ સામતં બાંભવા, કારોબારી ચેરમેન નરશી સોજીત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application