ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓને છૂટછાટ મામલે સમીક્ષા બેઠક

  • September 15, 2020 07:01 PM 374 views

૨૧ સપ્ટેમ્બરથી ધો.૯, ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. જેની અમલવારી ગુજરાતની શાળાઓમાં કઈ રીતે કરવી તે મુદા પર રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક મળી રહે છે. જેમાં શાળામાં માર્ગદર્શન વર્ગ કેવી રીતે શ‚ કરવા જેના નિયમો આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે.


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘આજકાલ’ સાથે કરેલી વાતચીત મુજબ કોરોનાની મહામારી વચ્ચે સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી પરંતુ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડનું વર્ગ છે. તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. જેને લઈને આજે બેઠક મળનારી છે.
દેશમાં રોજિંદા ૯૦ હજાર જેટલા કેસો નોંધાય રહ્યા છે. આ કેસની વધતી સંખ્યાને લઈ શાળાઓ કેવી રીતે શ‚ કરવી તે એક યક્ષ પ્રશ્ર્ન છે. આમ છતાં ઉચ્ચ અભ્યાસ અને બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર આજે વિચારણા ચલાવશે.
શાળાએ આવતા બાળકોના આરોગ્યની સલામતી સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગેરે બપાબતોને તો કેન્દ્ર સ્થાને રાખવામાં આવનાર છે. 
શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને બે પાળીમાં શાળા ચલાવવા જેવી બાબતોની સાથે સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબત પર ભાર આપવામાં આવશે. વિશ્ર્વનિય સૂત્રોનું માનીએ તો શાળાએ આવતા બાળકોના વાલીઓની પરવાનગી ફરજિયાતપણે લેવાની સાથે હેલ્થ ચેકઅપ પર પણ ભાર આપવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application