જામનગર શહેરના ચકચારી જમીન પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટનો સીમાવર્તી ચુકાદો
દેશ આઝાદ બાદથી રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામેં મિલકત-જમીન હોય તો અન્ય વારસોનો હક્ક ખતમ થઇ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક વારસાગત મિલકત માલિકીના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ભાઈએ બહેનોને વારસાઈ હકથી વંચિત રાખ્યા બાદ છેક વડી અદાલત સુધી પહોચેલ આ પ્રકરણને લઈને જામનગર સહીત જીલ્લાભરમાં ભારે રોચકતા જગાવી છે.
જામનગરમાં શહેરમાં (૩બી)માં ૭૯૦ નંબરના રેવન્યુ સર્વેમાં 17 નંબરના ખાતાથી આવેલ છે. આ ખેતીની જમીન વર્ષ ૧૯૫૧થી ખેડૂત ઘાંચી કાસમ મુસાના નામે ચાલતી હતી. કાસમભાઈને એક પુત્ર અને ચાર પુત્રીઓ અને એક પુત્ર છે. ખેડૂત કાસમભાઈના અવસાન બાદ મુસ્લીમ કાનુન પ્રમાણે ખેતીની જમીનમાં તેમના તમામ વારસોનો હકક્ક, હીત, લાગ, ભાગ અને અધીકાર પ્રસ્થાપિત થયેલ છે. દરમિયાન આ જમીનના ટ્રસ્ટી તરીકે કાસમ મુસાના પુત્ર સલેમાન કાસમ ટ્રસ્ટી તરીકે વ્યવહાર કરતા હોવાથી માત્ર વ્યવસ્થા ખાતર તેમનું નામ રેવન્યુ રેકર્ડમાં રહ્યું હતું. તેઓના અવસાન બાદ ફીસકલ પર્પજના રેવન્યુ રેકર્ડ પર કાદર સલેમાન, ગની સલેમાન, ફાતેમાબેન સલેમાન તથા હફીઝા સલેમાનના નામો પ્રસ્થાપીત થયા હતા. જેને લઈને કાસમભાઈની પુત્રીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ તથા રાભિયા કાસમના વારસોનો હિસ્સો અલગ કરાયો ન હતો. જેને લઈને પુત્રીઓ વતી પોતાનો હિસ્સો મેળવવા એડીમીટ્રેશન કરવા અંગે તથા ડેકલેરેશન અને કાયમી મનાઈ હુકમ મળવા જામનગર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેને લઈને રેવન્યુ રેકર્ડ પરના સલેમાન કાસમના વારસો દ્વારા નોટીસ મળ્યે નામદાર કોર્ટમાં અરજી કરી જણાવેલ કે ૧૯૫૧ થી સલેમાન કાસમનું નામ રેવન્યુ રેકર્ડમાં ચાલતુ હોય, જેથી કાસમ મુસાને પુત્રીઓ દ્વારા થયેલ દાવો રદ કરવામાં આવે.
જામનગરની અદાલત દ્વારા રેવન્યુ રેકર્ડ પરના વ્યકતીઓની દાવો રદ કરવાની અરજી રદ કરી હતી. આ હુકમ સામે કાદર સલેમાન, ગની સલેમાન વતી તેમજ ફાતેમાબેન સલેમાન તથા હફીઝા સલેમાન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરવામાં આવી હતી. કાસમ મુસાની પુત્રીઓ વતી ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર વકીલ તૃષા પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, સીવાંગી વ્યાસ તથા ગિરીશ આર. ગોજીયાએ ધારદાર દલીલો કરી હતી. વડી અદાલતે ઉભય પક્ષની દલીલો સાંભળી રેવન્યુ રેકર્ડ પરના વ્યકતીઓની અરજી રેકર્ડ તથા કાસમ મુસાની દીકરીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ તથા રાભીયા કાસમનો વારસો દ્વારા થયેલ દાવાની હકીકત તથા વારસાઈ હકકમાંની રીઝેકટ કરેલ છે. નામદાર હાઈકોર્ટે સ્પસ્ટ કરેલ છે કે, ૧૯૫૧ થી રેવન્યુ રેકર્ડ પોતાના નામે હોવા માત્રથી અન્યના હક્કો પુરાવા લીધા સીવાય નક્કી થઈ શકે નહીં કે રેવન્યુ રેકર્ડના આધારે માલિકી હકક પ્રસ્થાપીત થાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech