સેકસ સ્કેન્ડલમાં ફસાયેલા રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી જ ધરપકડ

  • May 31, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કર્ણાટકમાં સેકસ સ્કેન્ડલ અને યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રવલ રેવન્ના ૩૫ દિવસ બાદ જર્મનીથી બેંગલુ પરત ફર્યેા છે. લાઇટ એરપોર્ટ પર ઉતર્યાની થોડીવાર બાદ એસઆઈટીએ તેની ધરપકડ કરી હતી. પ્રવલ ૨૭ એપ્રિલે બેંગલુથી જર્મની ભાગી ગયો હતો.
પોલીસકર્મીઓની એક ટીમ પ્રવલને જીપમાં સીઆઈડી ઓફિસ લઈ ગઈ, ત્યારબાદ તેને રાતભર સીઆઈડી ઓફિસમાં રાખવામાં આવ્યો. એસઆઈટીની ટીમ એરપોર્ટ પરથી પોતાની સાથે બે સૂટકેસ પણ લઈ ગઈ છે.

પ્રવલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેને ૨૪ કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવો પડશે, યાં પોલીસ તેની કસ્ટડી માંગશે. અહેવાલો અનુસાર, એસઆઈટી પ્રવલ રેવન્નાની ૧૪ દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે. જો કે, સામાન્ય રીતે કોર્ટ સાતથી ૧૦ દિવસની જ કસ્ટડી આપે છે.આ સાથે ફોરેન્સિક ટીમ તેનો ઓડિયો સેમ્પલ પણ લેશે, જેના દ્રારા એ જાણવા મળશે કે વાયરલ સેકસ વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે પ્રવલનો છે કે નહીં.

ભારત આવતા પહેલા જ પ્રવાલે ૨૯ મેના રોજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હવે તેની ધરપકડ કરવામાં આવી હોવાથી, આ હવે તકનીકી રીતે તેની જામીન અરજી છે.પ્રજવલ વિદ્ધ અત્યાર સુધીમાં જાતીય સતામણીના ત્રણ કેસ નોંધાયા છે. આ અઠવાડિયે, હસન સીટના સાંસદ પ્રવલે એક વીડિયો સંદેશ જાહેર કર્યેા હતો, જેમાં તેણે ૩૧ મેના રોજ એસઆઈટી સમક્ષ હાજર થવા અને

તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું.
કર્ણાટકમાં યૌન શોષણના અનેક વીડિયો વાયરલ થયા બાદ પ્રવલ રેવન્ના એપ્રિલમાં દેશ છોડીને ભાગી ગયો હતો. હસન સીટ માટે બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. એસઆઈટીની વિનંતી પર ઇન્ટરપોલે રેવન્ના વિદ્ધ 'બ્લુ કોર્નર' નોટિસ જારી કરી હતી.
૨૮ એપ્રિલે રેવન્નાના ઘરમાં કામ કરતી નોકરાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેણે એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રવલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. દાવો કરવામાં આવે છે કે પીડિતા એચડી રેવન્નાની પત્ની ભવાનીનો સંબંધી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે ૨૦૧૯માં તેને રેવન્નાના પુત્ર સૂરજના લમાં ફરજ બજાવવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારથી તે અહીં કામ કરતી હતી.
તેણે આરોપ લગાવ્યો છે કે યારે રેવન્નાની પત્ની ઘરે ન હતી ત્યારે તે તેને સ્ટોર મમાં બોલાવતો હતો અને તેને અહીં–ત્યાં સ્પર્શ કરતો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પ્રવલ તેની પુત્રી સાથે વીડિયો કોલ દ્રારા અશ્લીલ વાતો કરતો હતો, ત્યારબાદ તેની પુત્રીએ નંબર બ્લોક કરી દીધો હતો.


હાસન સીટ પર ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. પ્રવલ અહીંથી એનડીએનો ઉમેદવાર છે. આ સીટ પર વોટિંગ પહેલા જ હાસનમાં અશ્લીલ વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. પ્રવલ મતદાન પછી બીજા દિવસે અને પ્રથમ એફઆઈઆર નોંધાયાના એક દિવસ પહેલા જર્મની ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application