ખંભાળિયાના “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘર છોડીને જતી રહેલી માનસિક પીડિત મહિલાનું પરિવાર સાથે મિલન

  • April 08, 2021 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ચેલા ગામે રહેતા માનસિક રીતે પીડિત મહિલા પોતાના ઘરેથી ગઈ તારીખ 4 ના રોજ બપોરના સમયે ઘરે કોઇને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. તેઓ ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં આવી ગયા હતા. જે દરમિયાન વિરમદળ ગામની અજાણી વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંતગર્ત પિડીતા બહેન પાસે કોઈના સંપર્ક નંબર ન હોવાથી તથા આશ્રયની જરૂરીયાત હોવાથી તારીખ 4ના રોજ રાતના સાડા દસેક વાગ્યે “સખી“ વન સ્ટોપ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ મહિલાને આ સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેઓ જામનગર જિલ્લાના દરેડ ગામના રહેવાસી છે તેવું તેણી દ્વારા જાણવા મળ્યું હતું. ત્યાર બાદ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધીકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધીકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા દરેડ ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી આ બહેન મૂળ જામનગરના ચેલા ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું. આ બહેનના ભાઇ સાથે ફોનમાં વાત પણ કરાવવામાં આવી હતી. જે દરમિયાન ભાઈ સાથે વાત કરી ખંભાળિયાના  “સખી“ વન સ્ટોપ સેંન્ટર પર તારીખ 5 ના રોજ બોવાવવામાં આવ્યા હતા. ભાઇ દ્વારા જાણવા મળેલ કે બહેનની થોડા વર્ષ પહેલા સારવાર કરાવવામાં આવી છે તથા તેણીની આશરે બારેક વર્ષથી માનસિક સ્થિતિ સારી ન રહેતી હોય જેથી વારંવાર ઘરેથી નીકળી જાય છે.

આમ, “સખી“ વન સ્ટોપ સેંન્ટર દ્વારા પિડીતા બહેનનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પિડીતાના પરીવારે સેન્ટરના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS