રાજકોટમાં વોર્ડનોના વળતા પાણી: છૂટા કરવા તખ્તો તૈયાર

  • November 23, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિક નિયમન જાળવણીમાં ટ્રાફિક પોલીસ સાથે મદદમાં રહેતા માનદ વેતનધારી ટીઆરબી (ટ્રાફિક રેગ્યુલેટરી બોય) ટ્રાફિક વેર્ડનોમાં પેધી ગયેલા વહીવટી કે વોર્ડનો થકી ટ્રાફિક શાખામાં વધેલા ભ્રષ્ટ્રાચારને કંટ્રોલ કરવા માટે રાયના પોલીસ વડા દ્રારા રાયભરના ત્રણ વર્ષથી દશ વર્ષ સુધીના સમયગાળાથી ફરજ બજાવતા આવા તમામ ટ્રાફિક બ્રિગેડને ફરજ મુકત કરી દેવાના ફરમાનનો રાજકોટ શહેરમાં પણ ચૂસ્તપરે અમલ કરાવવાની કવાયત આરંભાઈ છે. રાજકોટમાંથી પણ વોર્ડનોના વળતા પાણી માટે તખ્તો તૈયાર થઈ રહ્યો છે અને હવે ગમે તે ઘડીએથી કે સમયમર્યાદા અંદર જ છૂટા કરી દેવાશે.


અમદાવાદમાં વોર્ડનોએ વિદેશીથી પરત ફરી રહેલા પરિવાર પાસેથી કરેલા તોડકાંડનો મામલો રાયભરમાં ગાયો હતો. હાઈકોર્ટ પણ આકરાંપાણીએ બની હતી. વોર્ડનોને અને તેમની સાથેના ખાઉંધરા પોલીસ કર્મીઓને લઈને રાયભરના વોર્ડન તથા પોલીસને પણ બદનામી મળી હતી. રાય સરકારે હાઈકોર્ટમાં જવાબ આપવા પડયા હતા. વોર્ડનોને માત્રને માત્ર ટ્રાફિક વ્યવસ્થામાં પોલીસને મદદરૂપ જ થવાનું હોય છે અને વોર્ડન મહિને ૯૦૦૦ના માનદ વેતન સાથે ટ્રસ્ટ હેઠળ ફરજ બજાવતા હોય છે. જો કે, ઘણાખરા કટકટાઉ પોલીસ કર્મીઓથી લઈ અધિકારીઓ માટે વોર્ડનો કમાવાનું સાધન જેવા બની ગયા હતા. વોર્ડનને પણ ૯૦૦૦ પગાર કરતા પછી અન્ય આદત વધુ પડી ગઈ હતી. પગારતો પોલીસની માફક નામનો રહેતો અને કામ દામ દમદાર હતાની છાપ પડી ગઈ હતી.


ટ્રાફિક વ્યવસ્થામાં સહયોગી અને ટ્રાફિક પોલીસની કલ પારખી ગયેલા અને જૂના થઈ ગયેલા ટ્રાફિક બ્રિગેડોમાં કેટલાક તો ચોક્કસ વહીવટ કામમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. હાઈકોર્ટ સુધી ગાજેલા મામલા બાદ ડીજીપી વિકાસ સહાય દ્રારા એક હકારાત્મક અભિગમ સાથેનું પગલું લેવાયા સાથે રાયભરમાં શહેર, જિલ્લ ામાં ૧૦ વર્ષથી વધુ ફરજ બજાવતા બ્રિગેડને તા.૩૦–૧૧–૨૩ સુધીમાં, પાંચ વર્ષ સમયગાળાના તા.૩૧–૧૨– તથા ત્રણ વર્ષ પૂર્ણ કરેલા બ્રિગેડને તા.૩૧–૩–૨૪ સુધીમાં ફરજ મુકત કરવાનો આદેશ કરાયો છે. રાયભરમાં ટીઆરબી દ્રારા હવે વિરોધ, રજૂઆતો શરૂ કરાઈ છે.


રાજકોટ શહેરમાં હવે ટીઆરબીને છૂટા કરવા માટેનો દોર આરંભાયો છે. રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈ ટ્રાફિક શાખાના અધિકારીઓ દ્રારા ડીજીપીના આદેશનો અમલ કરાવવા માટે કવાયત શરૂ કરાતા હવે વોર્ડનોને પણ માનસિકરીતે તૈયાર થવુ પડશે કે ટ્રાફિક સેવા છોડી અન્ય કોઈ કામ પકડયા વિના છૂટકો નથી.


ટીઆરબીને સ્પષ્ટ્ર સૂચના અપાઈ કે જો વિરોધ કરશો તો ગુનાઓ પણ નોંધાશે
રાજકોટ શહેરમાં પણ ટીઆરબીને ફરજ મુકત કરવા માટેના ચાલુ થયેલી કામગીરી સાથે બ્રિગેડમાં વિરોધ વંટોળ ઉઠતા પોલીસ અધિકારીરઓ પણ એકશનમાં આવ્યા છે. ટ્રાફિક શાખાના અંતર્ગત સૂેિમાં ચર્ચાતી કે જાણવા મળેલી વિગતો મુજબ એકટરવાઈઝ વોર્ડનોને સંબંધિત અધિકારીઓ દ્રારા સ્પષ્ટ્ર સલૂચના કે આડકતરી ચિમકી આપી દેવાઈ છે કે જે છહત્પકમ આવ્યો છે તે પાળવો જ પડશે. જો કોઈ વિરોધ નોંધાવશો કે આવું કાંઈ કરશો તો ગુનાઓ પણ નોંધાઈ શકે.


કટકે કટકે છૂટા કરીને નવાને ભરતી કરાશે તેવી ગોઠવણ

જો એક સાથે બધાને છૂટા કરી દેવામાં આવે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર પડવાની ભીતિ છે. આવા સંજોગોમાં આગામી તા.૩૦ બાદ રોજ ૫૦ કે તેથી વધુ કટકે કટકે ૧૦ વર્ષ જૂનાને છૂટા કરાશે સામે નવા લઈને ટ્રેનિંગ આપીને સેટઅપ ગોઠવાશે. હવે ત્રણ વર્ષના કરાર સાથે જ ટીઆરબીને લેવાના હોવાથી ત્રણ વર્ષ માટે કોને કેટલો રસકસ રહે તે પણ જોવું રહ્યું.


બ્રિગેડે પણ હાથે કરીને પગ પર કુહાડા માર્યા જેવું થયાનો ઘાટ

ટ્રાફિક બ્રિગેડમાં જેમ પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ બધા કટકટાઉ નથી હોતા. ઘણા એવા છે કે, નવ હજારના પગાર માટે નોકરી કરે છે. હા કયારેક  અધિકારી રાજી થઈને કાંઈ આપે તો ઠીક, જયારે ચોક્કસ આવા અનેક કહીં શકાય કે બ્રિગેડ તરીકે જોડાઈને ખાનગી ધંધાઓ કરવા સુધી મજબુત બની ગયા. પોઈન્ટ દીઠ ગોઠવણો તાબાના અધિકારીઓની મીઠી નજરથી કરીને ખિસ્સા ભરતા થયા હતા. આવા બ્રિગેડ સભ્યોએ માઝા મુકતા સર્વત્ર બદનામી થઈ આવા બ્રિગેડે હાથે કરીને પગ પર કુહાડા માયર્િ અને આવા કટકટાઉ બ્રિગેડ અન્યોને લઈને જે સીધા સરળ હતા તેઓને પણ હવે જવાનો વખત આવ્યો.

ખુદ ગૃહમંત્રી કહી ચૂકયા હતા કે બ્રિગેડને ટ્રાફિક નિયમન સિવાય કોઈ સત્તા જ નથી
રાયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્રારા પણ સ્પષ્ટ્ર કરાયું હતું અને રાયભરની પોલીસને સૂચના પણ અપાઈ હતી. બ્રિગેડને માત્રને માત્ર ફરજ પર ટ્રાફિક વ્યવસ્થા, નિયમન માટે પોલીસને મદદરૂપ થવા પુરતી જ કામગીરી છે. કોઈ વાહનને રોકી ન શકે, ડોકયુમેન્ટસ માગ ન શકે, ચેક ન કરી શકે, હાજર શુલ્ક વસૂલી ન શકે આવી કોઈ કામગીરી કરી ન શકે. આમ છતાં થોડા વખત બાદ જૈસે થે થઈ જતાં હોય અને ન સુધરતા અંતે હવે નોકરીમાંથી હાથ ધોવાનો વખત આવ્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application