દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વળતા પાણી: બે દિવસમાં 73 નવા કેસ વચ્ચે 212 ને સ્વસ્થ જાહેર કરાયા

  • May 24, 2021 11:17 AM 

જિલ્લામાં હજુ 766 એક્ટિવ કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવે અન્ય જિલ્લાઓની જેમ કોરોના વાયરસનું સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસ દરમ્યાન શનિવારના 52 અને ગઈકાલે રવિવારના 21 મળી કુલ 73 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે છેલ્લા બે દિવસના સમયગાળામાં સૌથી વધુ ખંભાળિયા તાલુકાના 78, ભાણવડ તાલુકાના 76, કલ્યાણપુર તાલુકાના 31 અને દ્વારકા તાલુકાના 27 મળી કુલ 212 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 766 થયો છે. આ વચ્ચે કોરોના કાળ દરમ્યાન કુલ મૃત્યુ 146 નોંધાયા છે.

છેલ્લા કેટલાક દિવસ થયા ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારી કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના બેડ ખાલી થઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS