ખંભાળિયાના સેવાભાવી રઘુવંશી કર્મચારીને નિવૃત્તિ વિદાયમાન

  • May 06, 2021 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજકર્મી હસુભાઈ મોટાણીને ભાવભર્યું વિદાયમાન અપાયું

ખંભાળિયામાં રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વીજ કર્મચારી હસમુખરાય મથુરાદાસ મોટાણી તાજેતરમાં વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમને કચેરીના કર્મચારીઓ દ્વારા ભાવભરી રીતે વિદાયમાન આપવામાં આવ્યું હતું.

અહીંની પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા આશરે 40 વર્ષ થયા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને તાજેતરમાં નિવૃત્ત થતાં હસુભાઈ મોટાણીના વિદાયમાન પ્રસંગે તેમનું શાલ ઓઢાડી, સ્મૃતિ ચિહ્ન મારફતે સન્માન કરવામાં આવતા ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા. હસુભાઈ મોટાણીને સ્વસ્થ અને નિરોગી દીર્ધાયુ મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જે બદલ તેમના દ્વારા કર્મચારીઓ તથા સહકાર આપનાર તમામનો આભાર માનીને ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS