દ્વારકા મુકામે તાજેતરમાં દ્વારકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરભમભા જગતિયા અને ડાભીભાઈનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. નિવૃત થનાર બંને શિક્ષણવિદોનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષક સુરેન્દ્રભાઈ સોલંકી લિખિત "વૈદિક ગણિત" પુસ્તકનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના સભ્યો, દ્વારકા સંઘના પ્રાગજીભા, લાલભાઈ, ટી.પી.ઈ.ઓ. હેમતભાઈ સુવા, દ્વારકા બીઆરસી, ખંભાળિયા સંઘના મુકેશભાઈ જોષી, હિતેષભાઇ કરમુર, જામનગર સંઘના લખુભા, પંકજભાઈ વિરોડીયા, ગજુભા, દ્વારકાના આચાર્યો, સી.આર.સી. તથા મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech