વિદ્યુત સ્મશાનોની વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વરુપે આપવાનું પુન: શરુ કરો

  • May 29, 2021 12:18 PM 

સ્મશાન ગૃહના કર્મીઓને કોરોના વોરિયર્સ ગણવાનું આવકાર્ય: રાજયના મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત સરકારની જુની નિતિ મુજબ સહાય આપવા સ્મશાન સંચાલક સંસ્થા મોક્ષ મંદિર ટ્રસ્ટ દ્વારા રજુઆત

જામનગર સહિત રાજયભરના વિદ્યુત સ્મશાનોને વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વપે આપવાની બંધ કરી દેવાયેલી નીતિ પુન: અમલમાં મુકી સ્મશાન સંચાલક સ્વૈચ્છીક સંસ્થાઓને આર્થિક સહાયતા કરવા રજુઆત કરવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિરનું સંચાલન કરતા મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગિરીશ ગણાત્રાએ રાજયના મુખ્યમંત્રીને આ અંગે લખેલા પત્રમાં વિસ્તૃત રજુઆત કરતાં લખ્યું છે કે, ગુજરાતમાં વૃક્ષો ઓછા કપાય અને તેથી પયર્વિરણની જાળવણીમાં સહયોગ મળી રહે તે માટે ગુજરાતમાં વિદ્યુત સ્મશાન સ્થાપવામાં આવે તો તેના વિજબીલની રકમ રાજય સરકાર ગ્રાન્ટ સ્વરુપે આપે તેવી યોજના-નીતિ અમલમાં હતી અને તેના કારણે રાજયમાં વિદ્યુત સ્મશાનો કાર્યરત કરવામાં સ્મશાન સંચાલક સંસ્થાઓને પ્રોત્સાહન મળ્યું હતું.

પરંતુ એ પછી અચાનક જ રાજય સરકારે વિદ્યુત સ્મશાનને વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વપે આપવાનું બંધ કરતાં સ્મશાન સંચાલક સંસ્થાઓ પર દર મહિને રુા. સવા લાખ જેટલી રકમનો આર્થીક બોજ અચાનક જ આવી પડ્યો છે. જેના કારણે વિદ્યુત સ્મશાનો બંધ થવા લાગ્યા અથવા તો અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં નાણાં વસુલવાની ફરજ પડી છે.

આ પરિસ્થિતિ દરમિયાન પ્રવર્તમાન કોરોના મહામારીના કપરા કાળમાં સ્મશાન ગૃહોની કામગીરીને લક્ષમાં લઇ સ્મશાન ગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવવા રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આવકારતાં મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટે મુખ્યમંત્રીને એવી અપીલ કરી છે કે કોરોના કાળમાં માનવ સેવાનું અંતિમ સંસ્કાર જેવું કાર્ય સુપેરે નિભાવનાર સ્મશાન સંચાલક સંસ્થાઓને વિદ્યુત સ્મશાન અંગેના વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વપે આપવાનું પુન: શ રુ કરી રાજય સરકાર સંવેદનશીલતાનું વધુ એક દૃષ્ટાંત આપશે તો તે આવકાર્ય અને માનવતા ભર્યું પગલું કહેવાશે, તેમ રજુઆતના અંતમાં સંસ્થાના કોષાધ્યક્ષ ગિરીશ ગણાત્રાએ જણાવ્યું છે.

આ પ્રશ્ર્ને યોગ્ય કરવા રાજય મંત્રી મંડળમાં જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરતા શહેરના બન્ને ધારાસભ્યો મંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમને પણ વિનંતી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS