ચુંટણી :સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી

  • January 03, 2021 01:37 PM 2669 views

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં સંદર્ભમાં સંગઠનને વધુ મજબુત બનવવા તેમજ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ માટે ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકા જીલ્લા 31, પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ,વિભાગીય ઇન્ચાર્જને સંકલનની તેમજ પક્ષના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. 

આ અંતર્ગત રાજકોટમાં પૂર્વ નેતા નરેશ રાવલ, સાંસદ એમીબેન યાજ્ઞિક,ધારાસભ્ય તેમજ ઉપનેતા શૈલેશ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુરતમાં પૂર્વ સાંસદ તુષાર ચૌધરી, એ.આઈ.સી.સી મંત્રી સોનલ પટેલ, ધારાસભ્ય વીરજી ઠુમ્મર, ધારાસભ્ય ગ્યાસુદીન શેખ તેમજ અહમદાવાદમાં પૂર્વ મહામંત્રી દીપક બાબરિયા, ધારાસભ્ય નિરંજન પટેલ, પૂર્વ સાંસદ અલકા ક્ષત્રીય, ધારાસભ્ય સી.જે.ચાવડા તેમજ પૂર્વ ઉપપ્રમુખ યુસુન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application