ખંભાળિયામાં સ્વૈચ્છિક બંધને પ્રતિસાદ

  • April 09, 2021 07:50 PM 

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ, બુધવારે ખંભાળિયાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓની યોજાઈ ગયેલી મિટિંગમાં ગઈકાલે ગુરુવારથી તારીખ 20 એપ્રિલ સુધી દરરોજ બપોર પછી આંશિક અને સ્વૈચ્છિક લોક ડાઉનને પ્રતિસાદ સાંપડયો છે.

ખંભાળિયાના જુદા જુદા વેપારી મંડળ દ્વારા બુધવારે નક્કી થયા મુજબ ગુરુવારે સાંજે 4 સુધી જ અનેક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખ્યા હતા. જોકે શહેરમાં ખાણીપીણી, પાન મસાલા, સહિત અનેક દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

અહીંના રાજડા રોડ, સતવારા વાડ, વિગેરે વિસ્તારોમાં દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાડયો હતો. જ્યારે નગર ગેઈટ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં અનેક દુકાનો ખુલ્લી રહી હતી.

શહેરમાં અનાજ કરિયાણાના વિક્રેતાઓ, સોની, કટલેરી- હોઝીયરી, ફૂટવેરની દુકાનો મહદ્ અંશે બંધ રહી હતી. જ્યારે એસોસિએશન વગરના દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર રાબેતા મુજબ રાખ્યા હતા. કેટલાક વેપારીઓએ શટર પાડી, બંધ બારણે વેપાર ચાલુ રાખ્યો હતો.

કોરોનાના ચિંતાજનક રીતે વધતા જતા સંક્રમણમાં હાલ જ્યારે બજારમાં આવતા ગ્રાહકો તથા ગ્રામજનો બેદરકાર બની ગયા છે, ત્યારે વેપારીઓએ સ્વૈચ્છિક જાગૃતિ કેળવવી જોઈએ તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS