અન્ય 12 હોદેદારોએ પણ પ્રમુખની સાથે રાજીનામા આપ્યા: હાઇ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા વચનો પાળવામાં નહીં આવ્યા હોવાથી હાથમાંથી ઝાડુ પડતી મુકી: ગત વિધાનસભાની ચૂંટણીમાં 78-જામનગરની બેઠક પર પરાજય થયો હતો
જામનગર શહેરમાં આમ આદમી પાર્ટી માટે મોટી આફતના સમાચાર મળ્યા છે, અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિતના 12 હોદ્દેદારોએ આજે એકીસાથે રાજીનામા આપી દીધા છે, અત્રે નોંધનીય છે કે, રાજીનામુ આપનાર પ્રમુખે આમ આદમી પાર્ટીની હાઇ કમાન્ડ પાસેથી વચનો પાળવામાં નહીં આવ્યા હોવાના કારણે રાજીનામુ આપવાની વાત કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજીનામાને મહત્વનું એટલા માટે માનવામાં આવે છે, કારણ કે જામનગરની બેઠક પર ગુજરાતના પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઢબંધન સાથે ચૂંટણી લડી રહ્યા છે.
ગઇ સાંજે સોશ્યલ મીડીયા મારફત એવા અહેવાલો બહાર આવ્યા હતાં કે, આમ આદમી પાર્ટીના જામનગર શહેરના પ્રમુખ કરસનભાઈ કરમુર, ઉપપ્રમુખ આશિષભાઈ સોજીત્રા અને આશિષભાઈ કંટારીયા, ઉપરાંત અશ્વિનભાઈ પ્રજાપતિ, જેન્તી સાવલીયા, પ્રભાતસિંહ જાડેજા, મયુર ઘેડીયા સહિતના 18 જેટલા કાર્યકરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે જેમાં મહીલા આગેવાનોનો પણ સમાવેશ છે.
પ્રદેશ પ્રમુખને આપવામાં આવેલા રાજીનામાના પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શહેર પ્રમુખ પાસે ઉમેદવારી કરાવી હતી, એ સમયે આમ આદમી પાર્ટી તથા આપના રાજયસભાના સાંસદ સંદિપ પાઠક દ્વારા કેટલાક વચનો આપવામાં આવ્યા હતાં, પરંતુ પૂર્ણ કરવામાં આવ્યા ન હતાં અને આ સંબંધે અનેક વખત પક્ષને કહેવામાં આવ્યું હોવા છતાં ઘ્યાન નહીં અપાતા રાજીનામા આપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૩૮૫૨ પ્રાથમિક શિક્ષકોની ભરતીની સરકારે શરૂ કરેલી પ્રક્રિયા: વયમર્યાદામાં ફેરફાર
November 08, 2024 11:35 AMજામનગર શ્રી દિગ્વિજય સિમેન્ટ કમ્પની લિમીટેડ (કમળ સિમેન્ટ) ના સ્થાપનાના ગૌરવપૂર્ણ 80 વર્ષની ઉજવણી...
November 08, 2024 11:32 AMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન 35 ડીગ્રી
November 08, 2024 11:31 AMસેમિકન્ડકટર પોલિસી અમલમાં મુકનાર ગુજરાત પ્રથમ રાજય: કેન્દ્ર સરકારે રૂા.૭૬,૦૦૦ કરોડનું બજેટ ફાળવ્યું
November 08, 2024 11:26 AMજામનગરમાં પરપ્રાંતિય પરિવારો દ્વારા છઠ મૈયા પર્વની ધામધૂમથી ઉજવણી
November 08, 2024 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech