ભાજપમાં ભડકો: સાવલીના ધારાસભ્યનું રાજીનામું

  • March 19, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટી માં રાજકીય ભૂકંપ આવ્યો છે વડોદરા ભાજપમાં ભડકો થયો છે લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગીનો દોર સામે આવ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે બે વાગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા રાજકીય હડકપં મચી જવા પામ્યો છે. સતત બે ટર્મ થી ચુંટાતા સાવલીના ભાજપના ધારાસભ્ય ૨૦૧૨માં સાવલી થી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓએ અંતર આત્માના અવાજ સાંભળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. મહત્વની વાત એ છે કે વડોદરા લોકસભાની બેઠક પર રંજનબેન ભટ્ટ ના નામની જાહેરાત થયા પછી વડોદરા ભાજપમાં વિખવાદની સ્થિતિ સર્જાય છે

વાઘોડિયા ના પૂર્વ ધારાસભ્ય અને દબગં નેતા મધુ શ્રીવાસ્તવ ગઈકાલે જો વિપક્ષમાં સક્ષમ ઉમેદવાર ન હોય તો પોતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને રંજનબેન ભટ્ટ સામે પોતાનો રોષ વ્યકત કર્યેા હતો તો ગઈકાલે મોડી રાત્રે કેતન ઇનામદારે રાજીનામુ ધરી દેતા વિખવાદ સપાટી પર આવ્યો છે.તો બીજી બાજુ કેતન ઇનામદાર એવું રટણ કરી રહ્યા છે કે તેમને રંજનબેન ભટ્ટ સામે કોઈ જ વિરોધ નથી.

ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી છે આ પાર્ટીમાં કયારેય વિખવાદ હોય જ ન શકે, તે વાતનું ખંડન વડોદરામાં થયું છે.કેતન ઇનામદારે રાજીનામું ધરી દઈને સાબિત કરી દીધું છે. પરંતુ આ મામલે કેતન ઇનામદાર જણાવે છે કે પાર્ટીમાં તેમનું માન સન્માન જળવાતું ન હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યા છે ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસના કુલદીપસિંહ સામે કેતન ઇનામદાર ચૂંટણી લડા હતા છેલ્લા ઘણા સમયથી પાર્ટીની નીતિથી નારાજ છે.
અત્રે નોંધવું જરી છે કેતન ઇનામદાર અગાઉ ૨૦૨૦ માં પણ રાજીનામું આપ્યું હતું ત્યારે અધિકારીઓ તેમની વાત સાંભળતા નહીં હોવાનું કારણ આગળ કયુ હતું. પાછળથી સમજાવટ પછી આ રાજીનામું તેમણે પાછું ખેચ્યું હતું.

ગુજરાતની રાજનીતિમાં વધુ એક ભૂકપં આવ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષને ઈ. મેઈલ મારફતે રાજીનામું આપ્યુ છે.આ મામલે વિધાનસભા સચિવ ડી એમ પટેલને ટેલીફોનિક પૂછપરછ કરતા તેમણે જણાવ્યું છે કે હજુ સુધી આ રાજીનામું તેમને મળ્યું નથી


કોરોનામાં પણ સરકાર સામે બાંયો ચડાવી હતી
વડોદરા જિલ્લાના સાવલી ના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર કોઈને કોઈ કારણોસર સરકાર સામે રહ્યા છે કોરોના કાળમાં વડોદરાની ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલમાં ઓકિસજન અને રેમેડી સીવીલ ઇન્જેકશનના કાળા બજાર ના મામલે વિજય પાણી સરકારને મસ્ત મોટો પત્ર લખીને વિરોધ વ્યકત કર્યેા હતો અને જે તે સમયે ઓકિસજનનો જથ્થો અને રેમેડી સીવીર નો જથ્થો પૂરો પાડવા માંગ કરી હતી

ભાજપના ભરતીમેળાથી કાર્યકરો નારાજ: ઈનામદાર
રાજીનામું ઈ–મેઈલ કર્યા બાદ કેતન ઈનામદારે સ્પષ્ટ્રતા કરી હતી કે આત્મસન્માનથી મોટુ કોઈ નહીં. આત્મસન્માનનો અવાજ ભાજપના અનેક કાર્યકર્તાઓમાં છે. તેમણે કહ્યું કે ભરતી મેળાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મહેનત કરીશ. આત્મસન્માનના ભોગે રાજનીતિ ન હોય. લોકસભાની ચૂંટણીને લઈ કોઈ નારાજગી નથી કેતન ઇનામદારે કહ્યું કે મે તમામ સ્તરે મારી રજૂઆત કરી હતી. ભરતી મેળાથી માત્ર હત્પં જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ છે. માનસન્માનને ઠેસ પહોંચતા રાજનામું આપ્યું છે. ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. ભાજપ પરિવારના જૂના સભ્યો અપમાનિત થઇ રહ્યા છે. રંજનબેનની ઉમેદવારીથી કોઈ નારાજગી નથી. તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સાવલી બેઠકથી ભાજપને મહત્તમ લીડ અપાવીશ. ભાજપમાં જૂના કાર્યકર્તાઓ અપમાનિત થતા હોવાનો ઈનામદારે આરોપ લગાવ્યો હતો. મારા જેવી જ નારાજગી ભાજપના કાર્યકર્તાઓના આત્મામાં છે. મારા નારાજગીનો અવાજ અનેક કાર્યકર્તાઓનો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application