રાજકોટ AIIMSના પ્રમુખનું રાજીનામુ, ડૉ.વલ્લભ કથીરિયાએ આપ્યું રાજીનામુ

  • September 01, 2023 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ AIIMSના પ્રમુખે રાજીનામુ આપ્યાના સમાચાર સામે આવ્યા છે. ડૉ.વલ્લભ કથીરિયાએ આજે AIIMSના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દિધુ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ તેમની નિમણૂંક થઈ હતી.


રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી ડૉ. વલ્લભ કથીરિયા અચાનક રાજીનામુ આપી દેતા ચારેતરફ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ડૉ. વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે.





આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યુ રાજીનામુ

ડૉ. વલ્લભ કથીરિયાએ ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપી દેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ.વલ્લભ કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. જો કે તેમણે ક્યાં કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે.


જાણો કોણ છે વલ્લભ કથીરિયા
ડૉ.વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ ભારતની 14મી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત રાજ્યના રાજકોટ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ વાજપેયી મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. ત્યાર બાદ ડૉ.વલ્લભ કથીરિયાને ગુજરાતના 'ગૌ સેવા આયોગ'ના અધ્યક્ષ બનાવાયા હતા. વર્ષ 2019માં ડૉ.વલ્લભ કથીરિયાને રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA), ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ તેમને રાજકોટ AIIMSના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે પદ પરથી તેઓએ રાજીનામુ આપી દિધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application