પાણીની ડોલ સાથે પાણી આપોના લાગ્યા નારા : ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ

  • June 08, 2023 05:25 PM 

રાજકોટમાં ઉનાળો આવે ને પાણીનો પ્રશ્ન ઊભો થાય. અનેક સોસાયટીના લોકો મનપા કચેરીએ પણ પોતાના પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવતા હોય છે. ત્યારે આજે ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. 


ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે સ્થાનિકો પાણીની ડોલ સાથે પાણી આપોના નારા સાથે રજૂઆત કરવા દોડી ગયા હતા. મહત્વનું છે કે, દર ઉનાળે નર્મદાના નીર ડેમમાં ઠાલવવામાં આવતા હોવા છતાં પાણીની સમસ્યા યથાવત રહે છે. કેટલાક તો એવા પણ વિસ્તારો છે જ્યાં હાલ ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. 


પાણી પ્રશ્ને આજે ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરના ધારકો ઉગ્ર બન્યા હતા. નારેબાજી સાથે પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application