કોલકાત્તાની આર.જી.કર મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ ડોકટર સાથેની રેપ વિથ મર્ડરની ચકચારી ઘટનાના પગલે ડોકટર્સ સંગઠન આક્રમક બન્યા છે. આરોપીને ઝડપથી પકડી પાડી કડકમાં કડક સજા કરી પીડિતા ટ્રેની ડોકટરને ન્યાય આપવાની અને ડોકટર્સની સુરક્ષા–સલામતી માટેનો કાયદો બનાવવાની માગ કરી પશ્ચિમ બંગાળની સાથે ગુજરાતમાં પણ ડોકટર્સ વિરોધમાં ઉતર્યા છે. આજે રાજકોટ સહીત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢ સહિતની મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને ઇન્ટર્ન અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને ઇમર્જન્સી સિવાય ઓપીડી અને વોર્ડની સેવાથી અલિ રહ્યા છે.
આજરોજ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ યુનિયનના નેતૃત્વ હેઠળ ૩૫૦થી વધુ રેસિડેન્ટ અને ૧૫૦થી વધુ ઇન્ટર્ન અચોક્કસ મુદતની સ્ટ્રાઇકમાં જોડાઈને ઇમરજન્સી સેવા સિવાયની ઓપીડી અને વોર્ડની ફરજ પરથી દૂર રહી મેડિકલ કોલેજના કેમ્પસમાં કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. રેસિડેન્ટ ડોકટર્સએ જસ્ટિસ ફોર ધ વિકિટમ, વી વેન્ટ જસ્ટિસ, સેવ ધ સેવિયર સહીતના સ્લોગન સાથે કેમ્પસમાં રેલી યોજી ડોકટર્સ પર થતા અત્યારને અટકાવી અને સુરક્ષા–સલામતી માટે કાયદો બનાવવાની રોષ પૂર્વક માગ કરવામાં આવી છે.
રેસિડેન્ટ અને ઇન્ટર્નની હડતાલથી ગતરાત્રિ જ હોસ્પિટલ તત્રં એલર્ટ થઇ ગયું હતું અને ઓપીડી તેમજ વોર્ડમાં મેડિકલ ઓફિસર તેમજ ફેકલટીની ડુટી ફાળવવામાં આવી હતી. જો કે, મોટા ભાગે હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર્સ ઉપર જ લોડ મુકાતો હોવાથી વોર્ડમાં કરવામાં આવતી સારવાર તેમજ જુદા જુદા વિભાગોમાં ઇમરજન્સી સિવાયના ઓપરેશન પોસ્ટપોન થતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. સારવારમાં કોઈ વિક્ષેપ ન પડે તેને લઈને સિનિયર અને કન્સલ્ટ ડોકટર્સને દોડધામ રહી હતી
ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે જેડીયુ રાજકોટના પ્રમુખ ડો.સંદીપ શર્મા
સ્ટ્રાઇકને લઇને પીડીયુના જુનીયર રેસિડેન્ટ એસો.પ્રેસિડેન્ટ ડો.સંદીપએ જણાવ્યું હતું, રાજકોટ સહીત દરેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં પણ સામાન્ય વાતને લઈને ડોકટર્સ ઉપર હત્પમલા થતા આવ્યા છે. ત્યારે આવી ઘટના ન બને અને ડોકટર્સની સલામતી અને સુરક્ષાને લઈ કાયદો બનાવવામાં આવે તેવી અમારી માગ છે. વધુમાં કહ્યું હતું કે, યાં સુધી ભોગ બનનાર મહિલા રેસિડેન્ટના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ જુદા જુદા કાર્યક્રમો યોજી ચાલુ રાખવામાં આવશે
ઉત્તરાંખડની ઘટનાને પગલે નસિગ યુનિયન સ્ટ્રાઇક કરશે
કોલકાત્તા બાદ ઉત્તરાખંડમાં એક મહિલા નસગ કર્મચારી ઉપર રેપ, મર્ડર અને રોબરીની ઘટના બની છે, જેનો પણ ઉત્તરાખડં સહિતના રાયોના નસગ કર્મચારીઓમાં રોષ પૂર્વક વિરોધ જોવા મળી રહ્યો છે. આવતા દિવસોમાં રાજકોટ સહીત રાયના નસગ કર્મચારીઓ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરે તેમ જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech