શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા શખસે રણછોડનગરમાં વેપારીને છરીનો ઘા ઝીંકી દીધા બાદ ઇન્સ્ટાગ્રામમાં ફરિયાદ સાથેનો ફોટો મૂકયો હતો. એટલું જ નહીં આ ઘટનાના બે દિવસ બાદ આ શખસે અન્ય એક યુવાનને પણ છરીનો ઘા ઝીકયો હતો. જે અંગે બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને રહીશ ખાટકી નામના આ શખસને પોપટપરા પાસેથી ઝડપી લીધો છે.
શહેરના લાતી પ્લોટ વિસ્તારના રહીશ ખાટકીએ તા.૧૮ના ઉપલાકાંઠા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વેપારી પરેશભાઇ ચંદ્રકાંતભાઇ બાબિયા (ઉ.વ.૩૯)ને તા.૧૮ના નજીવી બાબતે છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. હત્પમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશભાઇ બાબિયાને હોસ્પિટલ ખસેડાયા હતાં. હત્પમલાની ઘટના અંગે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, પરેશભાઇ પર હત્પમલો કર્યા બાદ રહીશ ખાટકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટસમાં પોતાના સામે થયેલી એફઆઇઆરનો ફોટો અપલોડ કર્યેા હતો. એટલું જ નહીં, એ એફઆઇઆરના સ્ટેટસમાં એવું પણ લખ્યું હતું કે, તુમ્હારે અબુ આ ગયે, આને વાલા તુફાન અને રહીશ ખાટકી–૩૦૭.
ત્યારબાદ રહિશ અને તેના સાથીદારાએ તા.૨૦ની રાત્રીના રેલનગર મેસુરભગત ચોક પાસે રવેચી ટી સ્ટોલની પાછળ ચુનારાવાડના અજય ઉર્ફે અજુ સંજય સોલંકી (ઉ.વ.૨૦)ને સોશિયલ મીડિયામાં તા બહત્પ ચાલી ગયું તેમ કહી ઝઘડો કર્યેા હતો.બાદમાં રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલાએ છરીના ઘા ઝીંકયા હતા.આ અંગે અજય સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને પડકાર ફેંકરનાર આ શખસને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.મોવાલીયા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન હેડ કોન્સ.અમીતભાઇ અગ્રાવત,યુવારાજસિંહ ઝાલા અને દિપકભાઇ ચૌહાણને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી પોપટપરા નાલા પાસેથી આરોપી અલ્બાજ ઉર્ફે રહીશ ઉર્ફે અબુ મહમંદભાઇ ભાડુલા(ઉ.વ.૨૨ રહે.ચામડીયાપરા ખાટકીવાસ,જુનો મોરબી રોડ) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.હત્પમલા પ્રકરણમાં સામેલ રહીશના સાથીદાર અમીત રાઠોડને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech