રિઝર્વ બેંક સોનું ખરીદવામાં દુનિયાભરમાં અવ્વલ નંબરે

  • December 06, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલ એ ગુરૂવારે જણાવ્યું હતું કે ઓકટોબરમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ ૬૦ ટન સોનું ખરીધું હતું, જેમાં ભારતીય રિઝર્વ બેંક ૨૭ ટન સોનું ખરીદીને મોખરે હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફડં (આઈએમએફ)ના માસિક અહેવાલના આધારે આ ડેટા અનુસાર, ભારતે ઓકટોબર મહિનામાં તેના સોનાના ભંડારમાં ૨૭ ટનનો વધારો કર્યેા છે, જે આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં તેની કુલ સોનાની ખરીદીને ૭૭ ટન પર લઈ ગયો છે.
એ જણાવ્યું હતું કે આરબીઆઈ દ્રારા આ સોનાની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ગણો વધારો દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે આ ખરીદી સાથે, ભારતનો કુલ સોનાનો ભંડાર હવે ૮૮૨ ટન છે, જેમાંથી ૫૧૦ ટન ભારતમાં હાજર છે. એ જણાવ્યું હતું કે ઊભરતાં બજારોની મધ્યસ્થ બેન્કોએ સોનાની ખરીદીના મામલે તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તુર્કી અને પોલેન્ડે જાન્યુઆરી–ઓકટોબર ૨૦૨૪ દરમિયાન તેમના સોનાના ભંડારમાં અનુક્રમે ૭૨ ટન અને ૬૯ ટનનો વધારો કર્યેા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ દેશોની કેન્દ્રીય બેંકોએ આ વર્ષે સોનાની કુલ વૈશ્વિક ચોખ્ખી ખરીદીમાંથી ૬૦ ટકા ખરીદી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application