ગુજરાત સરકારના આયુષ વિભાગ તથા ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગર દ્વારા સંશોધન કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં કુપોષણની સ્થિતિને ઘટાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ મારફતે કામગીરી કરી રહી છે. જેમાં હવે અનેક પ્રકારની સંસથો પણ પોતાનું યોગદાન આપી રહી છે. જો કે કુપોષણને નાથવા માટે આયુર્વેદના ઉપયોગ અંગેની શક્યતાઓ અંગેનો વિચાર પણ સરકાર દ્વારા થઈ રહ્યો છે. જે માટેનું સંશોધન ગુજરાત સરકારના આયુષ વિભાગ તથા ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા દ્વારા સંયુક્ત પણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સંશોધન કાર્ય ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત કરવામાં આવી રહયું છે.
આ સંશોધન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિશોરવયની છોકરીઓમાં એનેમિયાની સ્થિતિ અંગે જિલ્લા આયુષ વિભાગના સહયોગથી ભારતીય જાહેર આરોગ્ય સંસ્થાના તજજ્ઞો દ્વારા અભ્યાસ કરવામાં આવશે. જેમાં એનેમિયાગ્રસ્ત કિશોરવયની છોકરીઓને આયુર્વેદિક તબીબોના માર્ગદર્શનમાં વાલીઓની લેખિત મંજૂરી તથા કિશોરીઓની સહમતીથી આયુર્વેદિક દવાઓ આપવામાં આવશે. આયુર્વેદિક દવાઓ કિશોરવયની છોકરીઓ નિયમિત લે તે માટે તેમના વાલીઓને પણ માહિતી આપવામાં આવનાર છે.
આ પહેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષે ગુજરાત સરકારના આયુષ વિભાગ તથા ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા દ્વારા સંયુક્ત પણે દેવભૂમિ દ્વારકાના કેટલાક નિશ્ચિત વિસ્તારના નાના બાળકો તેમજ કિશોરવયની છોકરીઓમાં આયુર્વેદિક દવાઓના ઉપયોગથી કુપોષણમાં ઘટાડો નોંધાયો હતો. આ આયુર્વેદિક દવાઓ કોઈ પણ પ્રકારની આડઅસર વગર કુપોષણમાં ઘટાડો કરતી હોવાનું પણ જોવા મળ્યું હતું. જેથી એક વર્ષ સુધી ચાલનારા આ કાર્યથી જિલ્લાના કિશોરવયની છોકરીઓમાં કુપોષણનું સ્તરમાં ઘટાડો નોંધાશે એવી આશા છે.
દેવભૂમિ દ્વારકાના જિલ્લા આયુષ અધિકારી ડો. વિવેક શુક્લએ જણાવ્યું હતું કે આયુર્વેદમાં કોઈ પણ રોગને વ્યાપક રીતે નિયંત્રિત કરવા માટે એક ઊંડાણપૂર્વકનો દ્રષ્ટિકોણ છે. આયુષ વિભાગ અને ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગરના સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ આ અભ્યાસ આરોગ્ય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રાચીન જ્ઞાન તથા પદ્ધતિ અને આધુનિક વિજ્ઞાનને ઉત્પ્રેરક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે વિશ્વ આયુર્વેદની દવાઓની વિશાળ ક્ષમતા અને ઉપયોગને સ્વીકારે છે. ત્યારે આ પ્રકારના અભ્યાસો પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓ અને પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક પ્રગતિને વધારવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં મદદ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech