ભાણવડ તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્રો પર સંચાલક-કમ-કુકની ખાલી જગ્‍યા માટે મંગાવાતી અરજીઓ

  • July 24, 2021 10:31 AM 

   ભાણવડ તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્રો પર સંચાલક કમ કુકની ખાલી જગ્‍યા માટે ભરતી કરવાની થાય છે. રસ ધરાવતા એસ.એસ.સી. પાસ સ્‍થાનિક ઉમેદવારો જે 20 થી 60 વર્ષની ઉમર ધરાવતા હોય તેઓએ તા.5 ઓગસ્ટ સુધીમાં શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, જન્‍મતારીખના પુરાવા સહિત અન્‍ય જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે તેમ ભાણવડના મામલતદારની એક યાદીમાં જણાવાયું છે.

    ભાણવડ તાલુકાના વિજયપુર પ્રા.શાળા, કાટકોલા પ્રા.શાળ, વેરાડ કન્‍યા શાળા, ધારાગર પ્રા.શાળા, શીવા પ્રા.શાળા, ફતેપુર વાડી શાળા-2, કપુરડી નેશ પ્રાથ. શાળા, છપીયો નેશ પ્રાથ. શાળા, ભેનકવડ પ્રાથ. શાળા, ભવનેશ્વર પ્રાથ. શાળા, પાછતર પ્રાથ. શાળા, દુધાળા પ્રાથ. શાળા,  રૂપામોરા પ્રાથ. શાળા, ચોખંડા પ્રાથ. શાળા, જોગરા પ્રાથ. શાળા, રેટા કાલાવડ પ્રાથ. શાળા,  ભેનકવડ વાડી શાળા, ધામણીનેશ પ્રાથ. શાળા, જેપુરા વાડી શાળા (શેઢાખાઇ), સાંઢીયાવાડી શાળા (ઢેબર), ખારી વાડી શાળા- મોટા કાલાવડ વિગેરે કેન્‍દ્રો પર ભરતી કરવામાં આવશે તેમ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS