પ્રજાસત્તાક દિનની ઉજવણી જૂનાગઢ પોલીસ તાલીમ ગ્રાઉન્ડ ખાતે કરાશે

  • January 25, 2021 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ: આવતીકાલે તા.૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે ૯ કલાકે બિલખા રોડ સ્થિત  પોલીસ તાલીમ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે ધ્વજવંદન બાદ માર્ચ પાસ્ટ પરેડનું નિરિક્ષણ  સહિતના કાર્યક્રમો યોજાશે. તેમ નિવાસી અધિક કલેક્ટર ડી.કે.બારીયાની યાદીમાં જણાવ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદ મોરબી શાખા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
મોરબી: વિશ્વ હિંદુ પરિષદ મોરબી શાખા દ્વારા તા ૨૬ જાન્યુઆરીના રોજ શિવાજી ચોક, યદુનંદન માર્ગ જેઈલ ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જે ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રી રામ જન્મભૂમી તીર્થક્ષેત્ર મોરબી જીલ્લા સંયોજક અને વિશ્વ હિંદુ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પદાધિકારી શાસ્ત્રી રામનારાયણભાઈ દવે દ્વારા ધ્વજવંદન કરાશે જે કાર્યક્રમમાં નાગરિકોએ પધારવા જણાવ્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application