ધ્રોલમાં યુવાનને ઢોરમાર મારવાના પ્રકરણમાં બે પોલીસ કર્મીની બદલી

  • June 29, 2021 10:54 AM 

એસપી દ્વારા આકરા પગલા, જુદા જુદા મથકના કુલ છ કર્મચારીઓની બદલી

ધ્રોલના ગાંધી ચોકમાં બે દિવસ પહેલા એક યુવાનને પોલીસ દ્વારા ઢોરમાર મારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાનમાં સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી બાજુ એસપી દ્વારા પ્રકરણમાં સંડોવાયેલા બંને પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.

ધ્રોલમાં રહેતા દિગ્વિજય સિંહ ઝાલા ગાંધી ચોક ખાતે આવેલી પોતાની આંગળી ની પેઢીની ઓફિસમાં બેઠા હતા ત્યારે માસ્કના મુદ્દે બબાલ થઈ હતી અને ગેરવર્તન કરીને પોલીસ દ્વારા યુવાનને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારીને ઇજા પહોંચાડી હતી તેમજ ધમકી આપી હતી, આ અંગે દિગ્વિજયસિંહ દ્વારા ધ્રોલના પોલીસ કર્મચારી મહિપતસિંહ તથા નિલેશ ભીમાણી સામે ફરિયાદ નોંધાવી હતી, સામા પક્ષે પોલીસ દ્વારા દિગ્વિજયસિંહ અને અન્ય એક અજાણ્યા શખ્સો સામે વળતી ફરિયાદ કરી હતી.

આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને વાર્તા વાતાવરણ ડહોળાયું હતું દરમિયાનમાં લોકરોષ ફાટી નીકળતા બંધ પાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

બીજી બાજુ જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ધ્રોલના હે.કો મહિપતસિંહ હરિસિંહ સોલંકી તથા નિલેશ મનસુખ ભીમાણી ની બદલી કરવામાં આવી છે, જેમાં એક ને જામજોધપુર અને બીજા પોલીસ કર્મીને કાલાવડ ગ્રામ્ય ખાતે મુકવામાં આવ્યા છે.

આ ગઈકાલે કુલ છ પોલીસ કર્મીઓની અરસ પરસ બદલીના ઓર્ડર થયા હતા જેમાં બેડી મરીન ના હેડ કોન્સ ધરમશીભાઈ ડાભી ને જામજોધપુર, કોસ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા ને કાલાવડ ગ્રામ્ય, ધ્રોલના મહિપતસિંહને જામજોધપુર અને નિલેશ કુમારને કાલાવડ ગ્રામ્ય તથા જોડિયાના નીલેશ અઘેરાંને પોલીસ હેડકવાર્ટર તેમજ એબસ્કોડરના નિર્મળસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય ખાતે મુકવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)