રાજકોટ જિલ્લા કલેક્ટર સુધી વ્યાપક ફરિયાદો પહોંચ્યા બાદ હવે રાજકોટ આટકોટ હાઇ વેનું ફરી રિપેરિંગ શરૂ કરાયું છે, ચાલું ચોમાસે બે અગાઉ બે વખત તકલાદી રિપેરિંગ કર્યા બાદ ફરી હાઈવે તૂટી જતા તાજેતરમાં ત્રીજી વખત પેવર પટ્ટી અને પેચવર્ક હાથ ધરીને રિપેરિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને આજી ડેમ ચોકડીથી મહિકા, કાળીપાટ અને ત્રંબા સુધીનો એક તરફનો હાઇવે ખુબ ખરાબ હોવાની ફરિયાદો અગાઉ જિલ્લા ફરિયાદ સંકલન મિટિંગમાં પણ ઉઠી હતી.
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેર તેમજ હાઇવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. જે અન્વયે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ ભાવનગર હાઇવે પર ગત તા.૯ નવેમ્બરથી રોડ રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આર.એન્ડ બી. સ્ટેટના અધિકારી સંજય પટેલના જણાવ્યા મુજબ, રાજકોટથી આટકોટ સુધીના હાઇવે પર ડામર પેવર પટ્ટી તેમજ પેચ વર્કની કામગીરી હાલ ચાલી રહી છે.જેમાં ત્રંબા પાસે, મહિકાના પાટીયા પાસે તેમજ હલેન્ડા ગામ પાસે કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે રાજકોટથી આટકોટ તરફ જતાં સરધાર, વિરનગર સહિતના ગ્રામીણ વિસ્તારો પરના હાઇવેના સમારકામની કામગીરી ગતિમાં છે, તેમ સહાયક એન્જિનિયર મિરાજએ જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application