રાજકોટમાં ચોમાસામાં ભારે વરસાદ વરસવાના કારણે ડામર રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા હોય અને તેનો ફકત સર્વે કરવામાં આવ્યો હોય પરંતુ રિપેરીંગ કરવામાં આવતું ન હોય આ અંગે આજકાલ દૈનિક દ્રારા તા.૧૪–૯–૨૦૨૪ને શનિવારના રાજકોટ શહેર આવૃત્તિના અંકમાં પેઈજ નં.૫ ઉપર રાજમાર્ગેા ઉપર પડેલા ખાડાની તસવીરો સાથે વિસ્તૃત સચોટ અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ આ અહેવાલ વાંચતાની સાથે જ તુરતં સીટી ઇજનેરોને ડામર રસ્તાઓ પરના ખાડાનું રિપેરિંગ કરવા આદેશ કર્યેા હતો જેના અનુસંધાને આજે કાલાવડ રોડ પરથી જેટ પેચર મારફતે ખાડા પુરવાનું શ કરાયું હતું.
વિશેષમાં અંગે મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે શહેરના વેસ્ટ ઝોનના ગૌરવપથ કાલાવડ રોડ ઉપરથી ખાડા પૂરવાનું શ કરાયું છે અને તબક્કાવાર શહેરના તમામ ૪૮ રાજમાર્ગેા તેમજ અન્ય મુખ્ય માર્ગેા ઉપરથી ખાડા પુરવામાં આવશે. રાજમાર્ગેા ઉપરના ખાડા જેટ પેચરથી પુરવામાં આવી રહ્યા છે યારે આંતરિક રસ્તાઓ પરના ખાડાઓમાં પેવિંગ બ્લોક ફિકસ કરીને રિપેર કરવામાં આવી રહ્યા છે.
યારે રહેણાંક સોસાયટીઓના શેરીઓમાં પડેલા ખાડા ઉપર મેટલ અને હાર્ડ મોરમ નાખીને રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી થી સમગ્ર શહેરમાં ગરબી ચોકનું રીપેરીંગ કરાશે તેમજ એકશન પ્લાન મુજબના ડામર કામનો પ્રારભં થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech