પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આશરે ૧,૩૦૦ વર્ષ પહેલા બાંધેલા હિન્દુ મંદિરના અવશેષો મળી આવ્યા

  • November 21, 2020 01:46 PM 328 views

પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આશરે ૧,૩૦૦ વર્ષ પહેલા બાંધેલા હિન્દુ મંદિરના અવશેષો મળી આવ્યા છે. ભગવાન વિષ્ણુના મંદિરના આ અવશેષો પશ્ચિમ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં એક પર્વત પર ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.

પાકિસ્તાન અને ઇટાલિયન પુરાતત્ત્વીય નિષ્ણાતોએ સ્વાત જિલ્લાના પર્વત પર ૧,૩૦૦ વર્ષ પહેલા બનાવેલું હિન્દુ મંદિર શોધી કાઢયું છે. ગુરુવારે આ શોધની જાહેરાત કરતા પુરાતત્ત્વીય વિભાગ ખૈબર પખ્તુનખ્વાના અધિકારી ફઝલે ખલીકે જણાવ્યું હતું કે જે મંદિર શોધાયું તે ભગવાન વિષ્ણુનું છે. તેમણે કહ્યું હતું કે હિન્દુઓ દ્વારા ૧,૩૦૦  વર્ષ પહેલા હિન્દુ રાજવી સમયગાળા દરમિયાન તેનું નિર્માણ કરાયું હતું

હિન્દુ શાહ અથવા કાબુલ શાહીસ એએક હિન્દુ રાજવંશ હતો જેણે કાબુલ ઘાટી (પૂર્વી અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન-અફઘાનિસ્તાન) અને ઉત્તર પશ્ચિમ ભારતમાં શાસન કર્યું હતું.

ખોદકામ દરમિયાન, પુરાતત્ત્વવિદોએ મંદિરના સ્થળની નજીક છાવણી અને પ્રહરીનાના નિશાન પણ મેળવ્યા છે. નિષ્ણાંતોએ મંદિરની પાસે પાણીની ટાંકી પણ શોધી કાઢી છે, જેનું માનવું છે કે તે પૂજા પહેલાં નહાવા માટે વપરાતું હતું.

ફઝલે ખલીકે જણાવ્યું હતું કે સ્વાત જિલ્લો એક હજાર વર્ષ જુનો પુરાતત્ત્વીય સ્થળોનું ઘર છે અને આ વિસ્તારમાં પ્રથમ વખત હિન્દુ રાજવી સમયગાળાના નિશાનો મળી આવ્યા છે. ઇટાલિયન પુરાતત્ત્વીય મિશનના વડા ડો લુકાએ જણાવ્યું હતું કે આ ઘાઘરા સંસ્કૃતિનું પહેલું મંદિર હતું. ઘણા બૌદ્ધ પૂજા સ્થાનો પણ સ્વાત જિલ્લામાં આવેલા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application