રાજકોટ મહાપાલિકામાં નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગઇકાલે ચાર્જ સંભાળ્યો તેના બીજા જ દિવસે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચએ કામ બતાવ્યું છે, મંદિર અને દરગાહના ગેરકાયદે બાંધકામ સહિત કુલ સાત જેટલા ગેરકાયદે બાંધકામો ઉપર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું.
વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, આજે સવારે વોર્ડ નં.૩ના રેલનગર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૨૩ રાજકોટના વાણિયક હેતુના અનામત પ્લોટ નં.૧૮એ ઉપર રામાપીરના મંદિરનું ગેરકાયદે બાંધકામ કરાયું હતું જે તોડી પડાયું હતું. આ ઉપરાંત માધાપર વિસ્તારમાં માધાપર ટીપી સ્કિમ નં.૩૮૧ના ૧૮ મીટરના ટીપી રોડ ઉપર (લાગુ એફ.પી.નં.૧૦૩૭) નડતરપ થાય તે રીતે દબાણ અને ગેરકાયદેસર બાંધકામ કરી દરગાહની એક મ તથા પાણીના ટાંકો બનાવાયો હતો જેનું પણ ડિમોલિશન કરાયું હતું. આ ઉપરાંત વોર્ડ નં.૨માં બજરંગવાડી વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૯ રાજકોટના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન હેતુના અનામત પ્લોટ નં.એસ.આઇ૬ ઉપરથી એક રહેણાંક મકાનનું ગેરકાયદે બાંધકામ તેમજ વોર્ડ નં.૩માં માધાપર ટીપી સ્કિમ નં.૩૮૧ (લાગુ એફ.પી.નં.૧૦૩૬)માં ૧૮ મીટરના ટીપી રોડ ઉપર દબાણપ રીતે ગેરકાયદે બાંધકામ કરી બનાવાયેલા ચાર મકાનોનું પણ ડિમોલિશન કરાયું હતું. આ મુજબ કુલ સાત ગેરકાયદે બંધકામોનો સફાયો કરાયો હતો
બિલ્ડરોની રેલીનો રેલો? ટીપી બ્રાન્ચ એકાએક સક્રિય થઇ!
રાજકોટ મહાપાલિકામાં છેલ્લા ઘણાં સમયથી સુષુ રહેલી મહાપાલિકાની ટીપી બ્રાન્ચ ઉપર ગઈકાલે શહેરની બિલ્ડર લોબી દ્રારા નિષ્ક્રિયતા અને કામગીરીમાં વિલબં અંગે આક્ષેપો કરાયા બાદ આજે એકાએક ઉપરોકત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રા વિગતો મુજબ ઉપરોકત ડિમોલિશન કોઇ ફરિયાદ અન્વયે નહીં પરંતુ સર્વેલન્સના આધારે કરાયું છે. કમિશનરએ પણ હજુ ચાર્જ સંભાળ્યો છે અને તેમના તરફથી પણ ડિમોલિશન અંગે કોઈ આદેશ જારી કરાયો નથી. આમ છતાં કડકડતી ઠંડીમાં ટીપી બ્રાન્ચની સુસ્તી ઉડાડી દેતી કામગીરી સૂચક મનાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech