ખંભાળિયા રઘુવંશી મહિલા મંડળ અને રૂટસ્કિલ્સ દ્વારા ધાર્મિક મહોત્સવની ઉજવણી કરાઈ

  • July 27, 2021 10:25 AM 

       ખંભાળિયાની જાણીતી મહિલા સેવા સંસ્થા રઘુવંશી મહિલા મંડળ અને રૂટસ્કિલ્સ દ્વારા તાજેતરમાં દેવશયની એકાદશી નિમિતે ગૌ સેવાની ઉમદા ભાવના સાથે વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.

     અહીંની રઘુવંશી મહિલા મંડળ અને રૂટસ્કિલ્સના બહેનો દ્વારા અત્રે જામનગર હાઈવે પર આવેલા જાણીતા આરાધના ધામની ગૌશાળા કે જ્યાં 400 જેટલી ગાયોની સાર-સંભાળ રાખવામાં આવે છે, ત્યાં આ સંસ્થાઓના બહેનો દ્વારા ગાયોને અન્નકુટ કરવામાં આવ્યો હતો.

    જેમા સૌ પ્રથમ ગાયોની પૂજા કરવામાં આવી હતી. બાદમાં ભોગ ધરાવી યમુનાષ્ટકના પાઠ કરાયા બાદ આ પૌષ્ટિક આહાર ગાયોને આપવામાં આવ્યો હતો. આ આહારમાં પૌષ્ટિક લાડુ, વિવિધ ફળ અને શાકભાજી તથા નિરણ ખવડાવવામા આવી હતી.

    આ સમગ્ર નવતર સેવાકાર્યનો સંપુર્ણ  આર્થિક સહયોગ યુ.એસ. સ્થિત મધુસુદનભાઇ ઠકકર અને ૠષિકેશ સ્થિત ડૉ.ગૌરવ ગોયલ (હ. ભાવિષાબેન બુદ્ધદેવ) દ્વારા  આપવામાં આવ્યો હતો.

     રઘુવંશી મહિલા મંડળની કારોબારી ટીમ દ્વારા દાતા પરિવારને સંપૂર્ણ સંતોષ મળે એ રીતે આ કાર્ય ને ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામા આવેલ. ફેસબુક  લાઈવ કવરેજ નિહાળી અન્ય લોકો આવા સુંદર કાર્ય કરવા પ્રેરાય તે હેતુથી ભાવિષાબેન બુદ્ધદેવ દ્વારા કરવામાં આવ્યું હતું.

    રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ જેમિનીબેન મોટાણી દ્વારા આ તકે દાતા પરિવાર, વિગેરેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

     આ સમગ્ર આયોજન માટે નોંધપાત્ર જહેમત ઉઠાવનાર નીનુબેન માણેક, અને ઉપસ્થિત રહેલા તમામ રઘુવંશી મહિલા મંડળના હોદ્દેદારો અને કારોબારી મેમ્બર્સનો આભાર વ્યક્ત કરી, આ પ્રોજેક્ટને કાયમી પ્રોજેક્ટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ગૌશાળામાં કામ કરતા તમામ સ્ટાફના બાળકોને નાસ્તાની કીટ આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS