રાજકોટ ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજના યુવા અગ્રણી આપાગીગાનો ઓટલો–ચોટિલાના ટ્રસ્ટી જીવરાજ સહકારી મંડળીના દ્રષ્ટ્રીવંતા યુવા વાઇસ ચેરમેન ભાર્ગવ નરેન્દ્રભાઇ સોલંકીએ બી.એ.પી.એસ.સંસ્થા દ્રારા તા.૧૧૪૨૦૨૬ ને શનિવારથી તા.૧૭૪૨૦૨૬ ને શુક્રવાર સુધી દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્યાથી રેસકોર્ષ મેદાનમાં યોજાનાર માનવ ઉત્કર્ષમા સહભાગી થવા માટે આહવાન કયુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમા વિધાતાના વરદાન પ વાત્સલ્યમય વાણીવાળા વિદ્રાન સાધુ અપૂર્વમુનિ સ્વામી વકતા તરીકે જ્ઞાન ગંગા વહેવડાવશે.તેમને સાંભળવા તે એક અલભ્ય લ્હાવો છે. આ તકે ભાર્ગવ સોલંકીએ સર્વેને મહોત્સવમાં ઉમટી પડવા આહવાન કરતા જણાવ્યું છે કે જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ તેનું રક્ષણ કરે છે.વિશેષમાં ભાર્ગવ નરેન્દ્રભાઈ સોલંકી જણાવે છે કે ખીલવુ તે પુષ્પનો સુગધં સિધ્ધ અધિકાર છે. વહેવુ તે દરેક સરિતાનો (નદીઓનો) સાગર સિધ્ધ અધિકાર છે. ટમટમવું તે બધા તારાઓનો આકાશ સિધ્ધ અધિકાર છે. વરસવુ તે વાદળોનો ધરા સિધ્ધ અધિકાર છે. તે જ રીતે ઉત્કર્ષ કરવો તે દરેક માણસનો જન્મસિધ્ધ અધિકાર છે. તે અધિકારને મેળવવા માટે સંતોના સંગની અને સત્સંગના રંગની જર હોય છે. મર્યાદા પુષોતમ ભગવાન શ્રીરામનું જીવન આદર્શ જીવનની પ્રેરણા આપે છે. પૂર્ણ પુષોતમ ભગવાન શ્રી કૃષ્ણ એ કર્મના ફળનો મહિમા સમજાવ્યો છે. ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીના માધ્યમથી લોકોને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. સનાતન ધર્મના ઇતિહાસનો કોઇ પ્રારંભછે નહિ કારણ કે તે જીવોની સાથે નિત્ય જોડાયેલો છે. એટલા માટે માનવ ઉત્કર્ષ મહોત્સવ સૌનો છે અને સૌ માટે છે આ મહોત્સવમાં સર્મપણભાવ, ભકિતભાવ, અને દાસભાવની છણાવટોની સાથે સમયને અનુપ મુદ્દાઓની જમાવટ થશે. જન–જનના હદયના તાર જણજણાવતા શબ્દોના સંગાથે જ્ઞાન અને વિજ્ઞાનની વાતો થશે માનવ જીવનને દુષણોથી મુકત કરીને સદગુણોના આભૂષણો માથી શળગારવાની દીશા મળશે. સુખના સરનામાનો માર્ગ ખુલશે. ભાર્ગવ નરેન્દ્રભાઇ સોલંકીએ ઉમેયુ છે કે આ મહોત્સવની સફળતામા સૌ સહયોગી બને તે આપણી ફરજ છે. અમારી સંર્પૂણ ટીમ દ્રારા પ્રચાર માટે અવિરતપણે કાર્યરત છે. પૂજય શ્રી અપૂર્વમુનિ સ્વામીને સાંભળવા તા.૧૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ સુધી દરરોજ રાત્રે ૮.૩૦ વાગયે રેસકોર્ષ મેદાનને મેદનીથી છલકાવીએ આધુનિક ટેકનોલોજીના આવિષ્કારો અને માનવ જીવન સામેના પડકારો વચ્ચે માનવ ઉત્કર્ષ મહોત્સવ માનવ જીવનને પ્રકાશિત, સુવાસિત અને વિકસિત બનાવવા માટે અત્યતં ઉપયોગી થશે. તેવો અમોને અતૂટ વિશ્વાસ છે.આપણા સૌના કુળદેવી માતાજી અથવા તો ઇષ્ટ્રદેવ ભગવાન કોઇ પણ હોઇ શકે. દરેક સમાજની ઉત્પતિ મુળભૂત સનાતન ધર્મ માંથી જ છે. તમારી જ્ઞાતિ અથવા જાતિ કોઇપણ હોય શકે છે પરંતુ તે પહેલા તો આપણે સૌ આપણા ભારત દેશને સંર્પૂણપણે વફાદાર રાષ્ટ્ર્રવાદીઓ જ છીએ આ દેશ આપણો સૌનો છે. આપણે સૌ આ દેશના જ છીએ. આ દેશની આઝાદી માટે આ દેશના દરેક સમાજના દરેક લોકોનો ખૂબ જ મોટું યોગદાન છે. આ દેશની રાષ્ટ્ર્રીય અખંડતા જાળવવી તે આ દેશના દરેક લોકોનું કર્તવ્ય છે. ત્યારે હાલના સંજોગોમાં આપણે સૌ જોઇએ છીએ કે ધીરે–ધીરે સમગ્ર દુનીયાની અંદર યુધ્ધ ના માહોલો ચાલી રહયા છે સમગ્ર દુનીયા વ્યકિતગત પોતાના સ્વાર્થ માટે થઇ અને સમગ્ર દુનીયાના લોકોને યુધ્ધ બાજુ ધકેલી રહી છે.ત્યારે આવા સમયની અંદર બી.એ.પી.એસ. સંસ્થાના માધ્યમથી પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના કૃપા પાત્ર એવા પ્રખર વકતા પ.પૂ. અપૂર્વમુનિ સ્વામી (આંતરરાષ્ટ્ર્રીય વકતા અને મોટીવેશનલ સ્પીકર) દ્રારા ખુબજ સરળ ભાષામા દાખલાઓ, દલીલો સાથે સમગ્ર સનાતન ધર્મને સંર્પૂણપણે સમજાવવાની કોશીષો કરવામાં આવશે. ત્યારે હાલમા ઉનાળાના સમયમા રાત્રીના ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી એટલે કે ફકત ને ફકત બે કલાકના કાર્યક્રમમાં આપણે સૌએ તો જવુ જ જોઇએ અને સાથે–સાથે આપણા બાળકો, વડિલો, યુવાનો, ભાઇઓ–બહેનો, તેમજ સગા–સંબંધી, પાડોશીઓને પણ લઇ જઇએ અને સમગ્ર સમાજમા સનાતનની સાર્થે–સાથે સંસ્કારોનું પણ સિંચન કરીએ. જેથી આપણા સમાજને શિક્ષિત તેમજ દિક્ષિત પણ બનાવી શકાય.આ કાર્યક્રમ ફકત ને ફકત માનવ ઉત્કર્ષ માટેનો જ છે. આ કાર્યક્રમ થી સમગ્ર સમાજની અંદર માનવ ઉત્થાનની પ્રક્રિયાઓને ખૂબ જ સારો વેગ મળી શકે તેમ છે. માટે આવા કાર્યક્રમો દ્રારા સમાજને શિક્ષિત તેમજ દિક્ષિત બનાવીએ. શાળાઓ તેમજ કોલેજો માંથી ફકત શિક્ષણ મળી શકે છે પરંતુ સંસ્કારો મેળવવા માટે તો પોતાનું ઘર, પોતાનું કુટુંબ, તેમજ પોતાનો વિસ્તાર અને સામાજીક તેમજ ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ અગત્યના હોય છે.આપણા રાષ્ટ્ર્રને, આપણા સમાજને, આપણા ઘરોને ધર્મ જ બચાવશે.ધર્મેા રતિ રક્ષિત: અર્થાત્ જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છેઆ કાર્યક્રમના પ્રખર વકતા તરીકે બી.એ.પી.એસ. સંસ્થાના માધ્યમથી પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના કૃપા પાત્ર એવા પ્રખર વકતા પ.પૂ. શ્રી અપૂર્વમુનિ સ્વામી (આંતરરાષ્ટ્ર્રીય વકતા અને મોટીવેશનલ સ્પીકર) પ્રખર વકતા છે. પછી ભલેને સંસ્થાઓ કોઇપણ હોય શકે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય અથવા વૈષ્ણવ સંપ્રદાય અથવા તો માઇ ભકતો (માતાજીના)ભકતો અથવા તો સંપૂર્ણ સનાતન ધર્મના રામદળ અથવા તો શિવદળ વિગેરે કોઇપણ સંપ્રદાયના લોકો મુળભૂત રીતે આ રાષ્ટ્ર્રના એટલે કે સનાતન ધર્મના હિત રક્ષકો જ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application