રાહતના સમાચારઃ રાજ્યમાં બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલો ગરમીમાં થશે ઘટાડો
રાહતના સમાચારઃ રાજ્યમાં બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલો ગરમીમાં થશે ઘટાડો
April 30, 2026 09:45 PM
રાજકોટ દેશના અનેક રાજ્યોમાં આજવી વાવાઝોડાની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં આવેલા આ પલટાની અસરના ભાગરૂપે ગુજરાતને આગામી બે દિવસ ગરમીમાં મોટી રાહત મળશે અને મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે ઉતરી જશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના સાત શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાન ૪૦ વી ૪૩ ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું હતું પરંતુ આજથી તેમાં ઘટાડો શરૂ વશે અને બે દિવસમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી થી નીચે સરકી જશે અને અમુક શહેરોમાં જ ૪૦ ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન રહેશે.સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ જેવી જુદી જુદી સિસ્ટમના કારણે આજે ઉતરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી નાગાલેન્ડ મણીપુર મિઝોરામ ત્રિપુરા અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય પરિચમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિસા મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભતામિલનાડુ પુડીચેરી ફેરલા આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા અને લક્ષદીપ માં વરસાદ શરૂ થયો છે. આમાંથી મોટાભાગના રાજ્યોમાં પ્રતિ કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૫૦ કિલોમીટર આસપાસ પહોંચી જાય છે. અરુણાચલ આસામ સહિતના રાજ્યોમાં તો પ્રતિ ક્લાકના ૬૦ થી ૭૦ કીલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને અહીં ભારેથી અતિ ભારે વરસાદ શરુ થઈ ગયો છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ ૨ ના રોજ શનિવારે હિમાલયન રીજીયનને પ્રભાવિત કરે તેવું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવી રહ્યું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશમાં તારીખ ત્રણ વી પાંચ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં તો જાણે ત્રીપલ એટેક હોય તેમ વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ આવતીકાલથી ત્રણ દિવસ માટે હીટ વેવની પણ ચેતવણી આપવામાં આવી છે અને તારીખ ૨ વી જ સુધી ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધુળના વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે.