રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત, રાતે 11 થી સવારે 6 સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ

  • July 28, 2021 10:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી  1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો  છે તે  31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.  આ  8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ   રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.  રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની  મર્યાદા છે તે  તારીખ 31  જૂલાઈ થી  વધારીને 400  વ્યક્તિઓ ની કરવામાં આવી છે. આવા  કાર્યક્રમોનું   જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400  વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં  વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય  આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.


આઠ મહાનગરોમાં આગામી ૩૧મી જુલાઇથી રાત્રિ કરફયુનો સમય રાત્રે ૧૧.૦૦ થી  સવારના ૬.૦૦ કલાકનો રહેશે 


મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી  એક કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધી નો  છે તે  ૩૧ જૂલાઈથી રાત્રિના ૧૧.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો રહેશે.


૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ  રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

   
૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ  રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવા માં જે ૨૦૦ વ્યક્તિઓની  મર્યાદા છે તે  તારીખ ૩૧  જૂલાઈ થી  વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે.    

 

જાહેર સમારંભોમાં ર૦૦ને બદલે ૪૦૦ વ્યક્તિની છૂટ 

    
કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે. 

 

સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ ગણેશ પ્રતિમા 4 ફુટ સુધીની રાખી શકાશે 
    
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.


કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, વન મંત્રી ગણપતસિંહ વસાવા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS