જામનગરમાં 40 કીમીની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત

  • May 06, 2021 08:46 PM 

ગઇકાલે સાંજે જીલ્લાના ગામડાઓમાં પણ વાદળીયા વાતાવરણ વચ્ચે પવન ફુંકાયો : ગામડાના જનજીવન ઉપર ભારે અસર : હજુ બે દિવસ સુધી વાદળીયા વાતારવણ વચ્ચે ઝાપટા પડે તેવી હવામાન ખાતાની આગાહી

જામનગર જીલ્લાના કેટલાક ગામડાઓમાં કરા સાથે વરસાદ પાડયા બાદ અમુક ગામોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, હજુ બે દિવસ સુધી જીલ્લામાં કેટલાક ગામોમાં ઝાપટા પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, તાપમાનમાં થોડો ઘટાડો થયો છે પરંતુ ગઇકાલે સમી સાંજે 40 કીમીની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી, જો કે આજ સવારથી ફરીથી શહેરના કેટલાક વિસ્તારોમાં વિજકાપ રહયો હતો અને અસહ્ય ગરમી શ થઇ છે.

કલેકટર કચેરીના ક્ધટ્રોલમના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન 36 ડીગ્રી, ઓછામાં ઓછુ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 86 ટકા, પવનની ગતી 35 થી 40 કીમી પ્રતી કલાક જોવા મળી હતી.

આજે સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયુ વાતાવરણ જોવા મળ્યું છે જો કે ગઇકાલની જેમ બફારો તો યથાવત રહયો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, કલ્યાણપુર, ભાણવડ, લાલપુર, ધ્રોલ જોડીયા, ફલ્લા, રાવલ, સલાયા સહિતના વિસ્તારોમાં અને આજુબાજુના ગામડાઓમાં ગરમીમા થોડી રાહત થઇ છે. જયારે કાલાવડ પંથકના કેટલાક ગામોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.

ગઇકાલે ભારે ગરમીના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા, એક તરફ લોકડાઉન જેવી સ્થીતી છે, બીજી તરફ બજારમાં પણ ગરમીના કારણે ઘરાકી ઓછી જોવા મળી છે, ગરમીના લીધે લોકો ભારે અકળાઇ ઉઠયા છે અને ઠંડા પીણાનો સહારો લઇ રહયા છે, એસી અને પંખા પુરજોશમાં ઓન થઇ ચુકયા છે, લોકો લીંબુ પાણી, ગ્લુકોઝ પાણી અને નાળીયેર પાણીનો સહારો લઇ રહયા છે જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ કેટલાક ગામડામા થોડા વાદળા છે પરંતુ હજુ બે દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહે તેવી શકયતા છે.
હાલારમાં અસહ્ય ગરમી વધતી જાય છે, લોકોના જનજીવન ઉપર ભારે અસર પડી છે, આજે ભેજનું પ્રમાણ 86 ટકા થઇ જતા લોકો ગરમીમાં મહદઅંશે રાહત થવા પામી છે, ધીરે ધીરે લોકો આઇસક્રીમ, ગોલા, બરફ, કુલ્ફી, ઠંડાપીણા, સરબતનું વેચાણ ધીરે ધીરે વધી રહયું છે.

ગઇકાલે સાંજે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને સાંજ પડયે ઠંડો પવન ફુંકાયો હતો અને પવનની ઝડપ પ્રતી કલાક 35 કીમીએ પહોંચી હતી. જામનગરમાં અસહય ગરમીના કારણે લોકો કંટાળી ગયા છે, ચારે કોર ગરમીનો માહોલ છે જો કે કેટલાક ગામડાઓમાં આજે પણ વાદળા છવાયા હતા જેને કારણે લોકો ખુબ જ હેરાન, પરેશાન થઇ ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS