બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ૧ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારના 2024-25 ના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે. સરકારનું મુખ્ય લક્ષ્ય કિસાન કલ્યાણ, કૃષિ વિકાસ અને ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું છે.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 97% ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે, જેના માટે 2175 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરદાર સરોવર યોજના હેઠળ 17.22 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે, અને નહેરોના નેટવર્કનો વિસ્તાર થતો રહેશે. સરકારે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરી છે. માત્ર 4 ટકા વ્યાજ દરે લોનની સુવિધા માટે 1252 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતો માટે પાક વીમાને વધુ મજબૂત બનાવવામાં આવશે, અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે.
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 400 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ડિજિટલ કૃષિ અને એઆઇ આધારિત સ્માર્ટ ફાર્મિંગ માટે ખાસ યોજના બનાવવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી દ્વારા ખાતર અને દવાઓના છંટકાવ માટે ખેડૂતોએ સહાય મળતી રહેશે. પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન માટે ગીર ગૌસંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. મચ્છીપાલન માટે 1622 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ફળ-ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે 100 કરોડની સબસિડી મળશે.
નદીઓ અને પાણીના સ્ત્રોતો જાળવવા “નદી જોડો યોજના” હેઠળ 185 રિવર બેસિન્સ માટે અભ્યાસ થશે. નાના ખેડૂતો માટે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ માટે પણ સહાય મળશે. સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડવાની યોજના લાગુ રહેશે. રાજ્યને કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે, જેમાં લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે. પાક વીમા યોજના અંતર્ગત વધુ સહાય મળશે, અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ખેડૂતો માટે વિસ્તૃત કરવામાં આવશે.
કૃષિ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે 100 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને એમએસએમઇ સહાય યોજનાઓ લાગુ કરવામાં આવશે.આ બજેટથી ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech