દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રાહતરૂપ આંકડા: એક પણ નવો કેસ નહીં

  • March 18, 2021 11:12 AM 

છ દર્દીઓ ડીસ્ચાર્જ: જિલ્લામાં માત્ર 11 જ એક્ટિવ કેસ

ગુજરાત રાજ્ય સાથે સમગ્ર દેશના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના નોંધપાત્ર અને ચિંતાજનક રીતે વધી રહેલા કેસો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની મહામારી કાબૂમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

છેલ્લા દિવસોમાં ક્યારેક નોંધાતા એકલ-દોકલ કેસ વચ્ચે અવારનવાર 'ઝીરો' ફિગર પણ આવે છે. આ વચ્ચે ગઈકાલે મંગળવારે પણ જિલ્લામાં એક પણ નવો કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી. પરંતુ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં મળી કુલ છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હવે કોરોનાના માત્ર 11 એક્ટિવ કેસ સારવાર હેઠળ હોવાનું સરકારી આંકડા જણાવે છે.

દેશના જુદા જુદા વિસ્તારોમાં લોકડાઉનની પરિસ્થિતિ તથા કોરોનાની ત્રીજી લહેર વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી ચોપડે કોરોનાથી રાહત જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS