રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની જસ્ટ ડાયલ લિમિટેડમાં રુ. 3497 કરોડમાં નિયંત્રક હિસ્સો હાંસલ કર્યા

  • July 17, 2021 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ("આરઆરવીએલ"), જસ્ટ ડાયલ લિમિટેડ ("જસ્ટ ડાયલ") અને વીએસએસ મણી તથા અન્યો દ્વારા આજે નિશ્ચિત સમજૂતી કરાર અમલમાં મૂકવામાં આવ્યો છે જેની વિગતો આ મુજબ છેઃ

 

2.12 કરોડ ઇક્વિટી શેર્સનું પ્રેફ્રન્શિયલ એલોટમેન્ટ (25.33 ટકા પોસ્ટ પ્રેફ્રન્શિયલ શેર મૂડી જેટલું) પ્રતિ શેર રૂ. 1022.25 મુજબ, વીએસએસ મણી પાસેથી પ્રતિ શેર રૂ. 1020.00ની કિંમતે 1.31 કરોડ શેર્સ આરઆરવીએલ હસ્તગત કરશે (જે 15.62 ટકા પોસ્ટ પ્રેફ્રન્શિયલ શેર મૂડી જેટલા), બંને પક્ષો ચોક્કસ હક્કો અને જવાબદારીઓ માટે શેરધારકોની મંજૂરીને આધિન રહેશે

 

આરઆરવીએલ સેબીના હસ્તાંતરણના નિયમો મુજબ જસ્ટ ડાયલના 2.17 કરોડ ઇક્વિટી શેર એટલે કે 26.00 ટકા હિસ્સો મેળવવા માટે જસ્ટ ડાયલના સામાન્ય શેરધારકો માટેની જાહેરાત કરશે.

 

વીએસએસ મણી જસ્ટ ડાયલના આગામી તબક્કાના વિકાસ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે યથાવત્ રહેશે.

 

આરઆરવીએલ દ્વારા પૂરી પાડવામાં આવનાર મુડી જસ્ટ ડાયલના કોમ્પ્રિહેન્સિવ લોકલ લિસ્ટિંગ અને કોમર્સ પ્લેટફોર્મના વિકાસ અને વિસ્તરણને ઇંજન આપશે. જસ્ટ ડાયલ તેના પ્લેટફોર્મ પર શોધને વિસ્તૃત બનાવશે અને લાખો ઉત્પાદનો અને સેવાઓના વ્યવહારને વધારશે. જસ્ટ ડાયલના 30.4 મિલિયન લિસ્ટિંગના પ્રવર્તમાન ડેટાબેઝ અને 129.1 મિલિયન ત્રિમાસિક યુનિક યુઝર્સના હાલના કન્ઝ્યુમર ટ્રાફિકની ક્ષમતાને આ નવું મૂડીરોકાણ અનેક લાભ આપશે.

 

આ સમજૂતી અંગે બોલતાં આરઆરવીએલના ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું કે, "રિલાયન્સ જસ્ટ ડાયલ સાથે અને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક શ્રી. વીએસએસ મણી સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છેજેમણે પોતાની કોઠાસૂઝ અને ખંતથી મજબૂત બિઝનેસનું સર્જન કર્યું છે. અમારા લાખો ભાગીદાર વેપારીઓસુક્ષ્મ,નાના અને મધ્યમ કદના વેપાર-વ્યવસાય માટે ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ ઉત્તેજન આપવાની સાથે વેપારની નવી ક્ષિતિજો વિકસાવવાના અમારી પ્રતિબદ્ધતાને જસ્ટ ડાયલમાં કરેલું આ મૂડીરોકાણ અનુમોદન આપે છે. અમે જ્યારે બિઝનેસને વધુ આગળ લઈ જવા માટે મક્કમ છીએ ત્યારે જસ્ટ ડાયલની ખૂબ જ અનુભવ ધરાવતી મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ."

 

જસ્ટ ડાયલના સ્થાપક અને સીઇઓ શ્રી વીએસએસ મણીએ જણાવ્યું કે, "લગભગ 25 વર્ષ અગાઉઅમારા યુઝર્સને ઝડપીમફતભરોસાપાત્ર અને સર્વગ્રાહી માહિતી મળી રહે અને ગ્રાહકને વેચનાર સાથે ભેગા કરે તેવા એક પ્લેટફોર્મની રચના કરવાનું સપનું જોયું હતું. અમારું આ સપનું ગ્રાહકની શોધ પૂરી કરવા પૂરતું જ નથી વિકસ્યું પરંતુ આજે તે બીટુબી પ્લેટફોર્મ પર વેપારીઓને પણ એકબીજા સાથે મેળવી આપે છે અને ગ્રાહકોને પણ અનેક રીતે વેપારીઓ સુધી પહોંચાડે છે. રિલાયન્સ સાથે અમારી વ્યુહાત્મક ભાગીદારી અમારા સપનાને વધુ બહેતર બનાવવા અમને શક્તિમાન બનાવશે અને વેપાર-વ્યવસાયની નવી ક્ષિતિજો વિસ્તારશે.

 

આ સમજૂતી કરાર શેરધારકો અને અન્ય ગ્રાહકીય બાબતોના નિયમો તથા મંજૂરીઓને આધિન રહેશે. આરઆરવીએલ તરફે મોર્ગન સ્ટેન્લી નાણાકીય સલાહકાર તરીકે, જેએમ ફાઇનાન્શિયલ ઓપન ઓફર માટે મેનેજર તરીકે, શાર્દુલ અમરચંદ મંગળદાસ અને ખૈતાન એન્ડ કંપની કાયદાકીય સલાહકાર તરીકે તથા ડેલોઇટ એકાઉન્ટિંગ અને કરવેરા બાબતોના સલાહકાર હતા.

 

જસ્ટ ડાયલ અને તેના પ્રમોટર તરફે ગોલ્ડમેન સાશ ખાસ નાણાકીય સલાહકાર તરીકે, સિરિલ અમરચંદ મંગળદાસ કાયદાકીય સલાહકાર તરીકે હતા અને અર્નસ્ટ એન્ડ યંગ દ્વારા નાણાકીય સલાહ અને ડિલિજન્સ સર્વિસિઝ પૂરી પાડી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS