રિલાયન્સ (જામનગર) દ્વારા હાપા રેલવે સ્ટેશને 13મી ઑક્સિજન ટ્રેન મોકલાઈ

  • May 11, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધીમાં 1345.73 ટન દેશના વિવિધ શહેરોમાં ઑક્સિજન મોકલાયો

કોરોના મહામારીના કારણે દેશભરની જુદી-જુદી હૉસ્પિટલોમાં ઑક્સિજનની ઘટ હોવાના પગલે જામનગર રિલાયન્સ ઈન્ડ. દ્વારા આ ઘટને પહોંચી વળવા દેશના જુદા-જુદા શહેરોમાં પશ્ર્ચિમ રેલવેના સહયોગથી  હાપા રેલવે સ્ટેશનથી ટેન્કરોને ટ્રેનમાં મોકલાઈ રહ્યાં છે.

રિલાયન્સ ઈન્ડ. (જામનગર) મારફત હાપા રેલવે સ્ટેશનેથી છેલ્લા ઘણાં દિવસથી ટેન્કરો મારફત ઑક્સિજન દેશના જુદા-જુદા શહેરોમાં મોકલાઈ રહ્યાં છે. ખાસ કરીને દેશના પાટનગર દિલ્હીમાં ઑક્સિજનની કોવિડ હૉસ્પિટલોમાં ઘણી ઘટ હોવાના લીધે હાપાથી ઑક્સિજન મોકલાઈ રહ્યો છે.

ગઈકાલે દિલ્હી માટે વધારાની બે ટ્રેનો ઑક્સિજન ટેન્કરો સાથે રવાના કરવામાં આવી હતી, જેમાં કુલ 7 ટેન્કરોમાં ઑક્સિજન 134.78 ટન મોકલાવાયો હતો. અત્યાર સુધીમાં કુલ 13 ઑક્સિજન એકસપ્રેસ ટ્રેનો રિલાયન્સ ઈન્ડ. દ્વારા હાપાથી દેશના વિવિધ રાજ્યોના શહેરોમાં મોકલાવાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS