ભારતમાં કોરોના વેક્સિનેશનની શંકાઓ દૂર કરવા 88 પાનાના દસ્તાવેજ જાહેર

  • December 31, 2020 11:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના વેક્સિનેશનને લઈને અનેક મૂંઝવણો ઊભી થઈ રહી છે અને તે દૂર કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સંવાદ રણનિતિ જાહેર કરવામાં આવી છે. જેમાં તમામ મૂંઝવણો દૂર કરીને કોરોનાની વેક્સિનની સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા માટે સાચા અને પારદર્શી સૂચનો ઉપલબ્ધ કરાવવાની વાત જાણવા મળેલી છે.

 

આરોગ્ય મંત્રાલયે સંવાદની રાજનીતિ 88 પાનાનો દસ્તાવેજ જારી કર્યો છે. દેશનાં તમામ રાજ્યોમાં બધા જ લોકોને covid-19 ની વેક્સિનેશનની પ્રક્રિયા વિશે સુચના ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરેની ગતિવિધિ વિશે પૂરતી જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

મંત્રાલયએ સમાજ રણનીતિમાં કોરોના વેક્સિન વિશે તમામ આશંકાઓને દૂર કરવાની સ્વીકાર્યતા સુનિશ્ચિત કરવા ઉપરાંત વેક્શિનેશનને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય સમયે સાચી સુચના પ્રચારિત કરવાની વાત કરી હતી. દસ્તાવેજો અનુસાર સમાજ રણનીતિમાં વેક્સિનેશનની માંગ પુરી ન થવાની અને લોકો વચ્ચે ઉત્સુકતા તેમજ ભયને લઈને પણ માહિતી આપવામાં આવી છે. સમાજની રણનીતિ કોઈ માન્યતા ગેરસમજ શિકાર બને નહીં એ માટે, મનની મૂંઝવણ દૂર કરીને સાચી વાતને જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

 

આ વેક્સિનેશન કાર્યક્રમ દરમિયાન રહેલા જોખમ વિશે પણ વાત કરવામાં આવી છે મંત્રાલયનું કહેવું હતું કે સંવાદ રણનીતિની પારદર્શિતાના કારણે કોરોનાવાયરસ માટે વિશ્વાસ સંપાદિત કરવાનું સરળ બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS