૨૦ જાન્યુ. પહેલા બંધકોને છોડી દો નહીંતર તબાહી

  • December 03, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ખુલ્લી ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલી નાગરિકોને ૨૦ જાન્યુઆરીએ તેમની શપથવિધિ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં 'તબાહી મચાવી દઇશ. ઈઝરાયેલના આંકડાઓ અનુસાર ગયા વર્ષે ઈઝરાયેલ પર હત્પમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ–અમેરિકન નાગરિકો સહિત ૨૫૦થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ રાખવામાં આવેલા ૧૦૧ વિદેશી અને ઇઝરાયેલી બંધકોમાંથી અડધા જીવતં હોવાનો અંદાજ છે.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, જો ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, જે લોકોએ આવું કયુ તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.
આ તરફ હમાસે બંધકોની મુકિત અને ગાઝામાંથી ઇઝરાયેલની સંપૂર્ણ પીછેહઠના બદલામાં યુદ્ધ સમા કરવાની માંગ કરી છે. યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પએ કહ્યું છે કે, યાં સુધી હમાસનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં પણ બંધકોની મુકિત માટે નેતન્યાહત્પ વિદ્ધ વિરોધનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ દરમિયાન સોમવારે હમાસે કહ્યું કે, ગાઝામાં ૩૩ બંધકો મૃત્યુ પામ્યા છે, જોકે તેમણે તેમની રાષ્ટ્ર્રીયતા જાહેર કરી નથી.
નોંધનિય છે કે, ઈઝરાયેલે ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ હમાસના નેતૃત્વવાળા આતંકવાદીઓએ ઈઝરાયલી સમુદાયો પર હત્પમલો કર્યા બાદ યુદ્ધ શ કયુ હતું જેમાં ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૪૪,૪૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે અને ગાઝાની મોટાભાગની વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે. ગાઝાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગાઝાનો મોટો વિસ્તાર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે.
હમાસના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ–હૈયાએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, યાં સુધી પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં યુદ્ધ સમા ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે બંધકો કેદીઓના વિનિમય માટે કોઈ કરાર થશે નહીં. એક ઈન્ટરવ્યુમાં હૈયાએ કહ્યું હતું કે, યુદ્ધ સમા થયા વિના કેદીઓની આપ–લે થઈ શકે નહીં. ગયા વર્ષે ૭ ઓકટોબરે હમાસે ઇઝરાયેલ પર હત્પમલો કર્યેા હતો જેમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા, યારે ૨૫૦ને બંધક બનાવ્યા હતા. તેમાંના કેટલાકને બે ટૂંકા યુદ્ધવિરામ હેઠળ શરતી રીતે મુકત કરવામાં આવ્યા હતા પરંતુ ઘણા હત્પમલાઓમાં માર્યા ગયા હતા. લગભગ ૧૦૦ બંધકો હજુ પણ હમાસની કેદમાં છે. તેને મુકત કરાવવા માટે સતત દેખાવો થઈ રહ્યા છે. યુદ્ધવિરામ માટે અનેક નિષ્ફળ પ્રયાસો થયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application