જેલોમાં અન્ડરટ્રાયલ કેદીઓની સંખ્યા ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે. ભારતીય ફોજદારી પ્રક્રિયા (આઈપીએસ)ના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએમએસએસ)ની કલમ ૪૭૯ સમગ્ર દેશમાં અન્ડરટ્રાયલ કેદીઓ માટે પર પૂર્વવર્તી રીતે લાગુ થશે. એટલે કે, આ જોગવાઈ ૧ જુલાઈ, ૨૦૨૪ પહેલા નોંધાયેલા કેસોમાં તમામ અન્ડરટ્રાયલ કેદીઓને લાગુ થશે. જો તે ગુના માટે નિર્ધારિત મહત્તમ સમયગાળાના એક તૃતીયાંશ સુધી કસ્ટડીમાં રહેશે, તો તેને જામીન પર મુકત કરવામાં આવશે.
બીએનએસએસની કલમ ૪૭૯ની જોગવાઈમાં પ્રથમ વખતના અપરાધીઓ (જેઓ અગાઉ કયારેય કોઈ ગુના માટે દોષિત ઠર્યા ન હોય) માટે નવી છૂટછાટ આપવામાં આવી છે. આઈપીએસની કલમ ૪૩૬–એમાં આ જોગવાઈ નિર્ધારિત મહત્તમ સમયગાળાની અડધી હતી.દેશની જેલોમાં ભીડ વધુ હોવાના મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી કરતાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ડિવિઝન બેન્ચે દેશભરની જેલોના અધિક્ષકોને સંબંધિત દ્રારા અન્ડરટ્રાયલ કેદીઓની અરજીઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અદાલતો ત્રણ મહિનામાં પગલાં લેવા જોઈએ. વરિ વકીલ ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, જો જોગવાઈને પત્ર અને ભાવનાથી અમલ કરવામાં આવે તો તે જેલોમાં ભીડ ઘટાડવામાં મદદ કરશે. સુપ્રીમ કોર્ટ ઓકટોબર ૨૦૨૧થી દેશની જેલોમાં વધુ ભીડને પહોંચી વળવા પર નજર રાખી રહી છે. આ મામલે પોતે કાર્યવાહી કરીને તેમણે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બીએનએસએસની કલમ ૪૭૯, ૧ જુલાઈ ૨૦૨૪ પહેલા નોંધાયેલા તમામ પેન્ડિંગ કેસોમાં લાગુ કરવામાં આવશે.છેલ્લી સુનાવણીમાં, એમિકસ કયુરી ગૌરવ અગ્રવાલે કલમ ૪૭૯ હેઠળ અન્ડરટ્રાયલ કેદીઓની અટકાયતની મહત્તમ અવધિ સાથે સંબંધિત જોગવાઈ તરફ કોર્ટનું ધ્યાન દોયુ હતું
કયા સમયે જેલમાં કેટલા કેદીઓ
૨૦૧૯માં ૪.૮૧ લાખ
૨૦૨૨માં ૪.૮૯ લાખ
૨૦૨૧માં ૫.૫૪ લા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech