જિલ્લાના માછીમારીના 6 કેન્દ્રો ઉપર 1152 માછીમારી બોટનું રજીસ્ટ્રેશન કરાયું: નવી 98 અને જુની 398 બોટના લાયસન્સ રિન્યુ કરાયા
ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકીનારો જામનગર જિલ્લાનો છે, 500થી વધુ પરીવારો માછીમારી સાથે જોડાયેલા છે, જામનગરની ફીશરીઝ કચેરી ખાતે 1152 બોટનું રજીસ્ટ્રેશન થયેલું છે, છેલ્લા બે વર્ષથી વાત લઇએ તો આ કચેરી દ્વારા 154 બોટનું રજીસ્ટ્રેશન રદ કરાયું છે અને 98 નવી બોટનું રજીસ્ટ્રેશન કરાયું છે.
જિલ્લામાં જોડીયાથી ઝાખર સુધીનો લાંબો દરીયાકીનારો છે, નેશનલ ફીશરીઝ ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર 1152 બોટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને માછીમારીનું લાયસન્સ મેળવ્યું છે, સમયાંતરે આ લાયસન્સ રિન્યુ કરવામાં આવે છે, છેલ્લા બે વર્ષમાં ભાંગેલી, તુટેલી અને ગુમ થયેલી જુની બોટ માછીમારી માટે યોગ્ય ન હોય તેવી 154 બોટનું રજીસ્ટ્રેશન રદ કરી દેવાયું છે. દરીયાકીનારે માછીમારી કરતા પગડીયા માછીમારોને સરકાર દ્વારા સાયકલ, બોકસ, વજનકાંટો અને માછીમારીની ઝાળી સહિતની વસ્તુઓ અપાય છે અને 90 ટકા સબસીડી પણ અપાય છે.
આ ઉપરાંત ભાંભરા પાણીમાં મત્સ્યઉદ્યોગનો વિકાસ પ્લાન તથા નોન પ્લાન, દરીયાકીનારે માછીમારી કરતા માછીમારો માટે આવાસ યોજના, દરીયાઇ સાધનો પુરા પાડવા અને પૂર્વ જરી સવલત પુરી પાડવી, 20 મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રીક હોડી માટે વપરાશમાં લેવાતા હાઇ સ્પીડ ડીઝલમાં પણ વેરામાં રાહત અપાય છે, આમ અનેક સરકારી યોજનાઓથી માછીમારોને સહાય આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech