ગયા વર્ષે ચૂંટણી બોન્ડને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજકીય પક્ષોને ગુ રીતે પૈસા દાન કરવાનો અધિકાર આપતી આ યોજના અંગે વિપક્ષી પક્ષોએ મોદી સરકાર પર ખૂબ નિશાન સાધ્યું હતું. બાદમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધું. હવે આ અંગેના એક રિપોર્ટમાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. આ આંકડાઓ અનુસાર, ભાજપ, કોંગ્રેસ જેવા મોટા પક્ષો ઉપરાંત, પ્રાદેશિક પક્ષોએ પણ આ યોજના દ્રારા મોટી રકમ એકત્ર કરી. ૨૦૨૩–૨૪માં પ્રાદેશિક પક્ષો દ્રારા એકત્રિત કરાયેલા નાણાંનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડ દ્રારા આવ્યો હતો. મમતા બેનજીર્ની ટીએમસી અને કેસીઆરની બીઆરએસ જેવા પક્ષો આ યાદીમાં ટોચ પર છે.
ચૂંટણી પંચમાં પક્ષો દ્રારા દાખલ કરાયેલા વાર્ષિક ઓડિટ રિપોટર્સ અનુસાર, તૃણમૂલ કોંગ્રેસને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ચૂંટણી બોન્ડ દ્રારા ૬૧૨.૪ કરોડ પિયા મળ્યા હતા. યારે બીઆરએસને ૪૯૫.૫ કરોડ પિયાનું દાન મળ્યું હતું. આ ઉપરાંત બીજેડીએ ૨૪૫.૫ કરોડ પિયાની કમાણી કરી. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ દાન દ્રારા ૧૭૪.૧ કરોડ પિયા એકત્ર કર્યા હતા અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ ૧૨૧.૫ કરોડ પિયા એકત્ર કર્યા હતા.
જો આપણે ટકાવારી વિશે વાત કરીએ તો, ટીએમસીએ તેની કુલ આવકના ૯૫ ટકા બોન્ડસમાંથી એકત્ર કર્યા હતા. ઓડિટ રિપોટર્સની સરખામણી દર્શાવે છે કે ટીએમસીની ચૂંટણી બોન્ડમાંથી આવકમાં પાછલા વર્ષેાની સરખામણીમાં ૮૮%નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૩–૨૪ માટે ચાર રાષ્ટ્ર્રીય પક્ષો, બીએસપી, આપ, સીપીએમ અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્રારા જાહેર કરાયેલ કુલ આવકનો ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, બીએસપીની સૌથી વધુ આવક ૬૪.૮ કરોડ પિયા હતી. યારે આમ આદમી પાર્ટીની આવક ૨૨.૭ કરોડ પિયા હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech