પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની જામનગર જિલ્લાની મુલાકાતથી યુવાઓમાં નવા ઉત્સાહનો સંચાર: જિલ્લા અધ્યક્ષ રમેશ મુંગરા

  • July 15, 2021 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષભાઈ સાંગાણીએ તાજેતરમાં જામનગર જિલ્લાની સંગઠન શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. તેઓએ સો પ્રથમ સુપ્રસિધ્ધ તીર્થધામ 'સીદસર' ખાતે ઉમિયામાતાના દર્શન કરી પોતાની પ્રથમ યાત્રાની શરૂઆત કરી હતી. આ સમયે પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ શાપરીયા, જીલ્લા ભાજપ મંત્રી કોશીકભાઈ રાબડીયાએ યુવા આગેવાનોને આવકાર્યા હતા. ત્યારબાદ જામજોધપુર ખાતે પરિચય બેઠક યોજાયેલ હતી જેમાં ઉપરોકત આગેવાનો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેલ હતા, સૌ આગેવાનો તથા સ્થાનીક કાર્યકરોએ પ્રદેશ યુવા પ્રમુખને ઉત્સાહપૂર્વક આવકારેલ હતા.

ત્યારબાદ લાલપુર ખાતે પરિચય બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા અને સ્થાનીક યુવા ટીમ દ્વારા નવનિયુકત પ્રદેશ યુવા પ્રમુખને વધાવેલ હતા.

સમગ્ર જિલ્લાનો મુખ્ય આવકાર - પરિચય તથા સન્માન કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રીઓ દિલીપ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, પ્રદેશ કારોબારી સભ્યો ડો. વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા કાર્યકરો - આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પ્રદેશના નવનિયુકત પ્રમુખ તથા ઉપપ્રમુખને આવકારતાં વધુમાં વધુ યુવાનો પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય તે માટે સમગ્ર ટીમને શુભેચ્છાઓ આપી, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખની મુલાકાતથી જિલ્લાની યુવા ટીમમાં પણ ઉત્સાહનો સંચાર થયેલ હોવાનું જણાવેલ હતું, જિલ્લા સંગઠન વતી સૌનું સ્વાગત કરેલ હતું તેમજ આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખને મોમેન્ટો આપી સન્માનીત કરેલ હતા.

આ તકે સન્માનના પ્રત્યુતરમાં ડો. પ્રશાંતભાઈ કોરાટે સૌનો આભાર માની યુવા શકિત નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રાથી પ્રેરાઈ સતતને સતત પક્ષના કાર્યક્રમોમાં રસ લે તે પ્રકારના કાર્યક્રમો આપવા કટિબધ્ધતા દર્શાવેલ હતા, ડો. પ્રશાંતભાઈની આ સમગ્ર યાત્રા દરમ્યાન જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ભુમીતભાઈ ડોબરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા ટીમના પદાધીકારીઓ મહામંત્રી જાડેજા ગિરીરાજસિંહ બકુલસિંહ, પરમાર આશીષભાઈ હંસરાજભાઈ, ઉપપ્રમુખો રવિકુમાર હસમુખભાઈ દેલવાડીયા, વરૂણભાઈ ખીમાણીયા, હાદિકભાઈ સચદેવ, નિખીલભાઈ હીરપરા, મંત્રીઓ વિશાલ ઘાટોડીયા, સાગર અશોકભાઈ ફલીયા, ગરવાભાઈ રબારી, જિલ્લા યુવા કોષાધ્યક્ષ મનીષ અમૃતલાલ વાછાણી, સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ રાજશી બંધીયા (નટખટ) તથા કાર્યાલય મંત્રી તરૂણભાઈ ચૌહાણ સહિત જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા, પ્રદેશ યુવા કારોબારીના પૂર્વ સભ્ય હિતેશભાઈ ચનીયારા, જિલ્લા યુવા ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ ભવદીપભાઈ પંડયા તથા સમગ્ર પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા અને જહેમત ઉઠાવેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS